Palitanaમાં પાણીને લઈને વિવાદ, પાલિકાની એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ

પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં નગરપાલિકામાં પાણીનો વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે પાલીતાણા નગરપાલિકામાં છેવાડાના વિસ્તારો સહિતમાં પાલીતાણા નગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.સામાન્ય લોકો પાસેથી એક ટેન્કરના રૂપિયા 300 લઈ પાણી ઠાલવવામાં આવે છે સાથોસાથ જેમાં સામાજિક પ્રસંગો, સહિત પ્રાઈવેટ જગ્યાએ પાણીના ટેન્કર મારફતે પાણી ફાળવવા નગરપાલિકા દ્વારા નિયમ કરવામાં આવ્યો છે કે અને લોકોને પાણી ન પહોંચતું હોય અને પ્રાઈવેટ જગ્યાએ મોકલવામાં આવે તો પાલીતાણા નગરપાલિકા દ્વારા ટેન્કર દીઠ રૂપિયા 300 લેવામાં આવે છે અને એક ટેન્કરના રૂપિયા 300 લઈ પાણી ઠાલવવામાં આવે છે, જેમાં એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ પાલિકા તંત્ર અપનાવતું હોય તેવો આક્ષેપ વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા અને કોંગ્રેસ અગ્રણી ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો છે અને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા આક્ષેપ કરાયો જેમાં વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા આક્ષેપ કરાયો છે કે ટેન્કર મારફતે પાણી આપવામાં પાલિકાએ જે નિયમ બનાવ્યો છે તે માત્ર નાના અને મધ્યમ વર્ગ માટે જ બનાવ્યો હોય તેવું લાગુ રહ્યું છે, કેમકે નાના મધ્યમ વર્ગના લોકો પાસેથી પાલિકા 300 રૂપિયા વસુલ કરે છે અને ભાજપના રાજકીય લોકોના ઘરે ટેન્કરના પૈસા લેતી નથી! રાજકીય અને ભાજપના નેતાઓ પાસે તેમના ઘરે વિના મૂલ્યે પાણી પાલિકાના ટાંકાઓનું નાખવામાં આવે છે, ત્યારે આમ જનતા માટે જ શા માટે રૂપિયા 300 લેવામાં આવે છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશ પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપો વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે આમ જનતા પાસેથી 300 રૂપિયા લેવામાં આવે છે તો ભાજપના લોકોના ઘરે વિનામૂલ્ય ટેન્કર ફાળવતા હોય, જેથી રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. દરરોજના કેટલા ટેન્કરો ઠલવાતા હોય અને આમ જનતા પાણીથી વંચિત રહેતી હોય ત્યારે વિપક્ષ નેતા દ્વારા પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ મામલે વોટર વર્કસ શાખાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરથી પદાધિકારીઓનો ફોન આવતા ટેન્કરો મોકલવામાં આવે છે. હવે જોવું રહ્યું કે વિપક્ષ નેતા દ્વારા રજૂઆત કરાઈ છે, ત્યારે પ્રાદેશિક કમિશનર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. ત્યારે પાણીની પારાયણ વચ્ચે પાલિકા એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવતા વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આમ જનતામાં પણ પાલિકાના વહીવટને લઈને રોષ જોવા મળી રહ્યો છે. 

Palitanaમાં પાણીને લઈને વિવાદ, પાલિકાની એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં નગરપાલિકામાં પાણીનો વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે પાલીતાણા નગરપાલિકામાં છેવાડાના વિસ્તારો સહિતમાં પાલીતાણા નગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

સામાન્ય લોકો પાસેથી એક ટેન્કરના રૂપિયા 300 લઈ પાણી ઠાલવવામાં આવે છે

સાથોસાથ જેમાં સામાજિક પ્રસંગો, સહિત પ્રાઈવેટ જગ્યાએ પાણીના ટેન્કર મારફતે પાણી ફાળવવા નગરપાલિકા દ્વારા નિયમ કરવામાં આવ્યો છે કે અને લોકોને પાણી ન પહોંચતું હોય અને પ્રાઈવેટ જગ્યાએ મોકલવામાં આવે તો પાલીતાણા નગરપાલિકા દ્વારા ટેન્કર દીઠ રૂપિયા 300 લેવામાં આવે છે અને એક ટેન્કરના રૂપિયા 300 લઈ પાણી ઠાલવવામાં આવે છે, જેમાં એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ પાલિકા તંત્ર અપનાવતું હોય તેવો આક્ષેપ વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા અને કોંગ્રેસ અગ્રણી ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો છે અને પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા આક્ષેપ કરાયો

જેમાં વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા આક્ષેપ કરાયો છે કે ટેન્કર મારફતે પાણી આપવામાં પાલિકાએ જે નિયમ બનાવ્યો છે તે માત્ર નાના અને મધ્યમ વર્ગ માટે જ બનાવ્યો હોય તેવું લાગુ રહ્યું છે, કેમકે નાના મધ્યમ વર્ગના લોકો પાસેથી પાલિકા 300 રૂપિયા વસુલ કરે છે અને ભાજપના રાજકીય લોકોના ઘરે ટેન્કરના પૈસા લેતી નથી! રાજકીય અને ભાજપના નેતાઓ પાસે તેમના ઘરે વિના મૂલ્યે પાણી પાલિકાના ટાંકાઓનું નાખવામાં આવે છે, ત્યારે આમ જનતા માટે જ શા માટે રૂપિયા 300 લેવામાં આવે છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી

ત્યારે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશ પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપો વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે આમ જનતા પાસેથી 300 રૂપિયા લેવામાં આવે છે તો ભાજપના લોકોના ઘરે વિનામૂલ્ય ટેન્કર ફાળવતા હોય, જેથી રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. દરરોજના કેટલા ટેન્કરો ઠલવાતા હોય અને આમ જનતા પાણીથી વંચિત રહેતી હોય ત્યારે વિપક્ષ નેતા દ્વારા પ્રાદેશિક કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે વોટર વર્કસ શાખાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરથી પદાધિકારીઓનો ફોન આવતા ટેન્કરો મોકલવામાં આવે છે. હવે જોવું રહ્યું કે વિપક્ષ નેતા દ્વારા રજૂઆત કરાઈ છે, ત્યારે પ્રાદેશિક કમિશનર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. ત્યારે પાણીની પારાયણ વચ્ચે પાલિકા એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવતા વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આમ જનતામાં પણ પાલિકાના વહીવટને લઈને રોષ જોવા મળી રહ્યો છે.