Palika Election Result: સુરત મનપાના વોર્ડ-નં. 18ની પેટાચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો કેસરિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નબર 18માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ નો વિજય થયો છે. તેમનો કુલ 7,086 મતોથી વિજય થયો હતો
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18 (લિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં 93 બુથ પર કુલ 33,332 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર જીતુંભાઈ કાછડનો વિજય થયો હતો. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7,086 મતે વિજેતા જાહેર થયા હતા.
ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડને 17359 મતો મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રામાનંદીને 10273 મતો મળ્યા હતા જયારે આમ આદમી પાર્ટીના સુરજભાઈ આહીરને 1917 મતો મળ્યા હતા. જ્યારે ઓલ ઈન્ડિયા મજલીસ-એ- એતીહાદુલ મુસ્લિમીન પક્ષના ઉમેદવાર અબ્દુલરઝાક વજીરશાહ શાહને 2,618 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર અરવિંદકુમાર વલ્લભભાઈ મિસ્ત્રીને 416 મત જ્યારે અપક્ષ ઉમેદવાર એજાજ અબ્દુલરહીમ ગરાણાને 185 મત મળ્યા હતા. તેમજ NOTAમાં 564 મત નોંધાયા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.
What's Your Reaction?






