Navsari News: લોકસભા બેઠકના અપક્ષ ચેતને કહારનો આપઘાતનો પ્રયાસ

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ નવસારી બેઠક પરથી ચેતન કહારે કરી હતી અપક્ષ ઉમેદવારી ઉમેદવારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતા જ ઉમેદવારી પરત ખેંચી લોકસભા ચૂંટણી 2024ને લઈને ત્રીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે, નવસારીથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેમાં, નવસારી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધવનાર ચેતન કહારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.અગમ્ય કારણોસાર કર્યો આપઘાતનો પ્રયાસ મળતી માહિતી મુજબ, નવસારી લોકસભા બેઠકના ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. નવસારી બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ચેતન કહારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ચેતન કહારે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. જેને કારણે તબિયત લથડતા ચેતન કહારને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચેતન કહારે ઉમેદવારી પરત ખેંચી જોકે, આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન કહારની તબિયત સ્વસ્થ થતાં તેને સિવિલ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ લઈને અપક્ષ ઉમેદવાર ચેતન કહારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ત્યારે, અપક્ષ ઉમેદવારી નોંધવનાર ચેતન કહારના આત્મહત્યાના પ્રયાસને લઈને જલાલપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Navsari News: લોકસભા બેઠકના અપક્ષ ચેતને કહારનો આપઘાતનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ 
  • નવસારી બેઠક પરથી ચેતન કહારે કરી હતી અપક્ષ ઉમેદવારી 
  • ઉમેદવારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતા જ ઉમેદવારી પરત ખેંચી 

લોકસભા ચૂંટણી 2024ને લઈને ત્રીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે, નવસારીથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેમાં, નવસારી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધવનાર ચેતન કહારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

અગમ્ય કારણોસાર કર્યો આપઘાતનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, નવસારી લોકસભા બેઠકના ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. નવસારી બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ચેતન કહારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ચેતન કહારે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. જેને કારણે તબિયત લથડતા ચેતન કહારને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચેતન કહારે ઉમેદવારી પરત ખેંચી

જોકે, આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન કહારની તબિયત સ્વસ્થ થતાં તેને સિવિલ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ લઈને અપક્ષ ઉમેદવાર ચેતન કહારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ત્યારે, અપક્ષ ઉમેદવારી નોંધવનાર ચેતન કહારના આત્મહત્યાના પ્રયાસને લઈને જલાલપોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.