Navsari News: માવઠાને કારણે ખેડૂતો ચીકુનો પાક ના ઉતારી શક્યા, ઝાડ પર રહેલા ફળમાં જીવાત લાગવાથી નુકસાનની ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લાના ચીકુની દેશ વિદેશમાં ભારે માંગ છે.જિલ્લાના ગણદેવી તાલુકામાં ચીકુનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે.સિઝનનો પહેલો પાક લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરી દેશના જુદા જુદા રાજ્યોમાં એક્સપોર્ટ કરવા માટે રવાના કરવામાં આવે છે.નવસારી જિલ્લામાં થયેલા માવઠાએ મુહૂર્ત સાથે ખેડૂતોની દશા બગાડી છે.દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમના દિવસથી નવા વ્યાપારના મુહૂર્ત થતા હોય છે.
વરસાદી માહોલ હોવાથી ખેડૂતો ખેતરમાં જઈ શક્યા નથી
ગણદેવી તાલુકાના ખેડૂતો પણ બગીચામાં તૈયાર થયેલો ચીકુનો પાક ઉતારી સહકારી મંડળી મારફતે એક્સપોર્ટ માટે મોકલતા હોય છે.પરંતુ હાલ નવસારી જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના મુહર્ત અને હાલત બંને બગાડી નાખ્યા છે.ગણદેવી તાલુકાની અમલસાડ સહકારી મંડળી માંથી પ્રતિ વર્ષ સાત લાખ મણ કરતાં વધુ ચીકુ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે.લાભ પાંચમના દિવસે થતા મુહૂર્તમાંજ લગભગ 1100 મણ જેટલા ચીકુની આવક થતી હોય છે.જે વરસાદના કારણે પચાસ ટકા ઘટીને સીધી 600 મણ જેટલી થઈ છે.બે દિવસ થી સતત વરસાદી માહોલ છવાયેલો રહેતા ખેડૂતો તેમના ખેતરમાં જઈ શક્યા નથી.
માત્ર પચાસ ટકા જેટલો જ ચીકુનો પાક લઈ શકશે
ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે તૈયાર થયેલો ચીકુનો પાક ખેડૂતો ઉતારી શક્યા નથી.જેને કારણે વૃક્ષ ઉપર જ ફળને જીવાત લાગવાના કારણે ખેડૂતને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.વરસાદના કારણે ખેડૂતો પ્રતિ વર્ષની સરખામણીએ માત્ર પચાસ ટકા જેટલો જ ચીકુનો પાક લઈ શકશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. મબલખ પાક અને સારી આવક આપતા ચીકુના પાક માં ભારે નુકશાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે માવઠા ની સ્થિતિ જોતા ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવું હાલ નિશ્ચિત લાગી રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

