Gujarat Weather News: રાજ્યમાં માવઠાએ કપાસ, ડાંગર, મગફળી અને સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચાડ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન' સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોધાયો છે, તો આગામી સમયમાં પણ હજી વરસાદ ખાબકી શકે છે.
આજે રાજ્યના તમામ ઝોનમાં વરસાદ ખાબક્યો
આજે રાજ્યના તમામ ઝોનમાં વરસાદ ખાબક્યો છે. ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરાના કરજણમાં માવઠું થયું છે. કરજણના વેમારડી, ધાવટ, કંડારી અને બામણગામમાં વરસાદ ખાબક્યો હતો. આ વિસ્તારમાં કપાસના પાકને માવઠાને કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે શિનોરમાં પણ અવાખલ, અચીસરા, સેગવા અને આસપાસના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો. શહેરના રસ્તાઓ પરણ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થયો હતો. સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ થતાં ખેતરોમાં ઉભો પાક પલળી ગયો હતો.
પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે
દ્વારકાના ખંભાળિયામાં કમોસમી વરસાદ થયો હતો. આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જિલ્લાના ભિલોડા અને માલપુર તાલુકામાં હળવું માવઠું થયું હતું. ભાવનગરના મહુવામાં પણ વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. વલસાડ જિલ્લામાં સતત ચારેક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અમરેલી જિલ્લામાં પણ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, કોસ્ટલ બેલ્ટ, કડિયાળી, નાગેશ્રી, વઢેરા, બાબરકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. મધ્ય ગુજરાતમાં દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો હતો. પંચમહાલમાં ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. છોટા ઉદેપુરમાં પણ કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

