Vadodaraના શિનોર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ જામ્યો, ગરમીના ઉકળાટમાંથી લોકોને મળી રાહત

Oct 27, 2025 - 01:00
Vadodaraના શિનોર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ જામ્યો, ગરમીના ઉકળાટમાંથી લોકોને મળી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાનમાં અણધાર્યા પલટાને પગલે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનને કારણે લાંબા સમયથી પ્રવર્તી રહેલા ગરમીના ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. પરંતુ ખેડૂતોમાં પોતાના પાકને નુકસાન થવાની ચિંતા ફરી વળી છે. શિનોર તાલુકાના અવાખલ, અચીસરા અને સેગવા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો.

સેગવા અને આસપાસના ગામમાં માવઠું

ધીમી ધારે શરૂ થયેલા આ વરસાદના કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. મોડી રાત્રે વરસાદ શરૂ થવાથી વાહનચાલકો અને બહાર રહેલા લોકોને થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ ગરમીથી રાહત મળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા

શિનોર પંથકમાં આ સમયે તૈયાર થયેલા પાકો ને આ માવઠાથી નુકસાન થવાની સંભાવના રહેલી છે. જો વરસાદ લંબાય કે વધુ પ્રમાણમાં વરસે તો ખેતરોમાં લણણી માટે તૈયાર ઊભા પાકને મોટું નુકસાન પહોંચી શકે છે. ખેડૂતો દ્વારા હવામાન પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શક્ય હોય ત્યાં સુધી પોતાના પાકને સુરક્ષિત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0