સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થતા ત્રણના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપળા તા.૨૬ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે રાત્રે કેવડિયા કોલોનીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વર ગામ પાસે નર્મદા નદીના ઘાટના કામ દરમિયાન ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમજીવી યુવાનોના દબાઇ જતા મોત નિપજવાથી કરુણાંતિકા સર્જાઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી થવાની હોવાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ આસપાસ થઈ રહેલા કામોને વેહલી તકે પૂરા કરવા તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

