Gir Somnath News: ઉનામાં નવા બંદરની એક માછીમારી બોટની મધદરિયે જળસમાધી

Oct 26, 2025 - 22:30
Gir Somnath News: ઉનામાં નવા બંદરની એક માછીમારી બોટની મધદરિયે જળસમાધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરને પગલે સર્જાયેલા ભારે પવન અને કરંટને કારણે દરિયો તોફાની બન્યો છે. આ તોફાની મોજાં વચ્ચે ઉના તાલુકાના નવાબંદરની એક માછીમારી બોટ ‘સુરજ સલામતિ’એ મધદરિયે જળસમાધિ લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે બોટમાં સવાર આઠેય ખલાસીઓને અન્ય બોટની મદદથી સમયસર અને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.કાનાભાઇ બાવાભાઈ સોલંકીની માલિકીની ‘સુરજ સલામતિ’ (નંબર GJ 14 MM 2010) નામની આ બોટ માછીમારી માટે તા. ૨૪મી ઓક્ટોબરે દરિયામાં ગઈ હતી. પરંતુ, અરબી સમુદ્રમાં સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિ અને વાવાઝોડાની અસરને કારણે દરિયો ભારે તોફાની બનતા બોટને પરત લાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉનામાં મધદરિયે બોટની જળસમાધિ

ગત સાંજે તા. 25મી ઓક્ટોબરે લગભગ 5 વાગ્યાની આસપાસ જ્યારે બોટ નવાબંદરથી આશરે 13 નોટિકલ માઈલ દૂર હતી, ત્યારે દરિયામાં ભારે કરંટ અને ઊછળતા મોજાંની થપાટનો સામનો કરવો પડ્યો હતો. ભારે મોજાંના આક્રમણ સામે બોટ ટકી શકી નહીં અને જોતજોતામાં પલ્ટી મારીને ડૂબવા લાગી, જેના કારણે તેણે મધદરિયે જ જળસમાધિ લીધી. બોટ ડૂબવાના આ બનાવથી તેમાં સવાર આઠ ખલાસીઓની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હતી. જોકે, આ વિસ્તારમાં અન્ય માછીમારી બોટો પણ હાજર હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીના કારણે બોટના તમામ આઠ ખલાસીઓને સલામત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી અને તેમને કિનારે લાવવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0