Nadiad: હાઈકોર્ટના નિર્દેશ બાદ 46 દુકાન તોડવા તત્પર બનેલી મહાનગરપાલિકા ઠંડી પડી

નડિયાદના હાર્દ સમા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન રોડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ સરદાર ભુવનની 46 દુકાન કાંસ પર બનેલી હોવાને કારણે યોગ્ય સાફ-સફાઈ ન થઈ શકવાનું કારણ આગળ ધરી તાત્કાલિન નગરપાલિકા આ તમામ દુકાનો તોડવા માટે તત્પર બની હતી અને શક્ય તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ દુકાનદારો હિંમત ન હારતા હાઈકોર્ટના શરણે ગયા હતા.કોઈની રોજગારી ના છીનવાય તેવો નિર્દેશ હાઈકોર્ટે કર્યો જ્યાં હાઈકોર્ટ દ્વારા દુકાનો તોડી પાડવા મામલે સ્ટે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા દુકાનદારોની વેદના સાંભળવામાં આવી અને તેમની રોજગારી ન છીનવાય અને વિકાસનું કાર્ય પણ ન અટકે તે માટેનો યોગ્ય વિકલ્પ શોધવાનો નિર્દેશ કર્યો, જે અંતર્ગત હાઈકોર્ટે કહ્યું કે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે તમામ દુકાનદારો બેઠક યોજી યોગ્ય વિકલ્પ પસંદ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત દુકાનદારો અને કમિશનર વચ્ચે બેઠક મળી હતી, જે બેઠકમાં કમિશનર દ્વારા હકારાત્મક વલણ દાખવીને દુકાનો માટેના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. યોગ્ય વિકલ્પો વિચારીને મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવે આ સમગ્ર મામલે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, ત્યારબાદથી મહાનગરપાલિકાએ હકારાત્મક વલણ દાખવીને કોઈને પણ અન્યાય ન થાય જેથી તેમને સાંભળીને કોઈ નિર્ણય લેવામાં આવે અને તે સર્વગ્રાહી નિર્ણય રહે તે માટે દુકાનદારો સાથે બેઠક કરીને ચર્ચા કરવામાં આવી. જેમાં જણાવ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં યોગ્ય વિકલ્પો વિચારીને મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવે, જેને મહાનગરપાલિકાના વહીવટદાર સમક્ષ મૂકીને જો તે વિકલ્પ નીતિ નિયમોને સૂટેબલ હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આગામી સમયમાં શું લેવાશે નિર્ણય? આખરે લાંબા સમયથી ખૂબ જ વિવાદમાં રહેલી અને કાંસ પર બનેલી નડિયાદની સરદાર ભુવનની આ 46 દુકાન મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપથી દુકાનદારોને યોગ્ય ન્યાય મળશે તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ પણ એ જોવાનું રહેશે કે યોગ્ય વિકલ્પ મામલે બંને પક્ષો વચ્ચે સહમતિ સધાય છે કે નહીં?

Nadiad: હાઈકોર્ટના નિર્દેશ બાદ 46 દુકાન તોડવા તત્પર બનેલી મહાનગરપાલિકા ઠંડી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદના હાર્દ સમા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન રોડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ સરદાર ભુવનની 46 દુકાન કાંસ પર બનેલી હોવાને કારણે યોગ્ય સાફ-સફાઈ ન થઈ શકવાનું કારણ આગળ ધરી તાત્કાલિન નગરપાલિકા આ તમામ દુકાનો તોડવા માટે તત્પર બની હતી અને શક્ય તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ દુકાનદારો હિંમત ન હારતા હાઈકોર્ટના શરણે ગયા હતા.

કોઈની રોજગારી ના છીનવાય તેવો નિર્દેશ હાઈકોર્ટે કર્યો

જ્યાં હાઈકોર્ટ દ્વારા દુકાનો તોડી પાડવા મામલે સ્ટે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા દુકાનદારોની વેદના સાંભળવામાં આવી અને તેમની રોજગારી ન છીનવાય અને વિકાસનું કાર્ય પણ ન અટકે તે માટેનો યોગ્ય વિકલ્પ શોધવાનો નિર્દેશ કર્યો, જે અંતર્ગત હાઈકોર્ટે કહ્યું કે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે તમામ દુકાનદારો બેઠક યોજી યોગ્ય વિકલ્પ પસંદ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત દુકાનદારો અને કમિશનર વચ્ચે બેઠક મળી હતી, જે બેઠકમાં કમિશનર દ્વારા હકારાત્મક વલણ દાખવીને દુકાનો માટેના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી.

યોગ્ય વિકલ્પો વિચારીને મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવે

આ સમગ્ર મામલે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, ત્યારબાદથી મહાનગરપાલિકાએ હકારાત્મક વલણ દાખવીને કોઈને પણ અન્યાય ન થાય જેથી તેમને સાંભળીને કોઈ નિર્ણય લેવામાં આવે અને તે સર્વગ્રાહી નિર્ણય રહે તે માટે દુકાનદારો સાથે બેઠક કરીને ચર્ચા કરવામાં આવી. જેમાં જણાવ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં યોગ્ય વિકલ્પો વિચારીને મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવે, જેને મહાનગરપાલિકાના વહીવટદાર સમક્ષ મૂકીને જો તે વિકલ્પ નીતિ નિયમોને સૂટેબલ હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આગામી સમયમાં શું લેવાશે નિર્ણય?

આખરે લાંબા સમયથી ખૂબ જ વિવાદમાં રહેલી અને કાંસ પર બનેલી નડિયાદની સરદાર ભુવનની આ 46 દુકાન મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપથી દુકાનદારોને યોગ્ય ન્યાય મળશે તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ પણ એ જોવાનું રહેશે કે યોગ્ય વિકલ્પ મામલે બંને પક્ષો વચ્ચે સહમતિ સધાય છે કે નહીં?