Muli : પોલીસે તસ્કરને ચોરીના રૂપિયા 1.75 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યો

Nov 26, 2026 - 07:00
Muli : પોલીસે તસ્કરને ચોરીના રૂપિયા 1.75 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મૂળી હાઈવે પર આવેલ મોર્ડન સ્કૂલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડના ઘરે ગત તા. 26મીથી તા. 28મી ઓકટોબર દરમિયાન તિજોરીના લોકરમાંથી રોકડ અને સોનાની ચેનની ચોરીની ઘટના બની હતી. આ અંગેની ફરિયાદ નોંધાતા મૂળી પોલીસે આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. મૂળીના આંબેડકરનગરમાં રહેતા દીલીપભાઈ ખુશાલભાઈ પરમાર મુળી હાઈવે પર આવેલ મોર્ડન સ્કૂલમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તા. 28-10ના રોજ વહેલી સવારે તેઓ ફરજ પર હતા. ત્યારે તેમના પત્ની દાનીબેને ફોન કરી ઘરે તીજોરીના લોકરમાં રહેલ દાગીના અને પૈસા નજરે ન પડતા હોવાની જાણ કરી હતી. આથી દીલીપભાઈ તુરંત ઘરે દોડી ગયા હતા. અને તપાસ કરતા તીજોરીનું લોકર ખુલ્લુ હતુ અને તેમાંથી રૂપીયા રપ હજાર રોકડા, દોઢ તોલા સોનાના વજનનો પેન્ડલ સાથેનો ચેન ચોરાયો હતો. આ અંગે તેઓ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મુળી પીઆઈ જે.એમ.ધાધલના માર્ગદર્શનથી તપાસ અધીકારી પીએસઆઈ યુ.એન.જાડેજા, બીટ જમાદાર એ.એમ.ખાંભલા સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં ફરિયાદના ઘરની સામે જ રહેતા રોહીત ચાવડા પર શંકા ગઈ હતી. આથી 19 વર્ષીય રોહીત પ્રવીણભાઈ ચાવડાને ઝડપી કડક પુછપરછ કરાતા તેણે ચોરીની કબુલાત કરી હતી. જેમાં પોલીસે રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂપીયા 1.75 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ઝડપાયેલ રોહીત પર દેણુ થઈ ગયુ હતુ. જયારે તે હરવા-ફરવાનો અને મોંઘીદાટ સીગારેટ પીવાનો શોખીન છે. ફરિયાદીના ઘરે તે અવારનવાર બેસવા જતો હતો અને તેઓ કયાં ઘરેણા રાખે છે તેની તેને જાણ હતી. ત્યારે ફરિયાદીની ગેરહાજરીમાં તેણે ચોરીને અંજામ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0