Mandal : વિઠલાપુર GIDCના મુખ્ય માર્ગ પરની સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન!

Nov 26, 2026 - 07:00
Mandal : વિઠલાપુર GIDCના મુખ્ય માર્ગ પરની સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના વિઠલાપુર જીઆઈડીસીમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે પાયાની સુવિધાઓની વરવી વાસ્તવિકતા સામે આવી છે. જીઆઈડીસી વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં હોવાથી સમગ્ર વિસ્તારમાં અંધકારનું સામ્રાજ્ય છવાયું છે. પરિણામે રાત્રિના સમયે કંપનીઓમાં ફરજ બજાવતાં હજારો કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ વિઠલાપુર જીઆઈડીસી ઔદ્યોગિક વિકાસની નવી ઓળખ બની રહ્યું છે, અનેક કંપનીઓમાં રાત-દિવસ ઉત્પાદન કાર્ય ચાલી રહ્યું છે તો બીજી બાજુ કામદારોને રાત્રીના સમયે અવરજવર માટે પુરતા પ્રકાશની સુવિધા ઉપલબ્ધ ન હોઈ તે તંત્રની કામગીરી સામે સવાલો ઉભાં કરે છે. અંધારામાં રસ્તા પર ખાડા, વાહનો કે અન્ય અવરોધો સમયસર નજરે ન પડતાં ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જાહેર સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો જો પ્રકાશ જ ના આપતી હોય તો આવી સુવિધાઓનો ઉપયોગ શૃં ? જવાબદાર તંત્રને આ સમસ્યા દેખાતી નથી કે પછી કામદારોની સુરક્ષાનો પ્રશ્ન તેમની પ્રાથમિકતા નથી ? વિઠલાપુર જીઆઈડીસીના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવે તેવી કર્મચારીઓ તથા સ્થાનિક લોકોની પણ માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0