Mahesana : ગણપત યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો

Nov 26, 2026 - 04:30
Mahesana : ગણપત યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ્ એક્સેલન્સનો દરજ્જો પ્રાપ્ત ગણપત યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. વિશ્વ વિખ્યાત ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ રેન્કિંગ 2027માં ગણપત યુનિવર્સિટીએ વિશ્વની ટોપ 401-500 યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવી ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. લંડન સ્થિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન અને શિમિટ સાયન્સ ફેલોઝના સહયોગથી જાહેર થયેલા આ પ્રતિષ્ઠિત વૈશ્વિક રેન્કિંગમાં વિશ્વના 113 દેશોની કુલ 1,349 યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતની 102 અને ગુજરાતની માત્ર ચાર યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. ગણપત યુનિવર્સિટીએ 38.4થી 41.5નો ઓવરઓલ સ્કોર મેળવી આ સિદ્ધિ પોતાના નામે કરી છે. આજના સમયમાં આરોગ્ય, કૃષિ, સ્વચ્છ ઊર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)જેવી જટિલ વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે સંકલન અને સંયુક્ત સંશોધન અનિવાયબન્યું છે. આ જ દિશામાં THE દ્વારા યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન મુખ્યત્વે ત્રણ આધારસ્તંભો પર કરવામાં આવે છે. જેમાં સંશોધન માટેના ભંડોળ અને રોકાણ (ઇનપુટ્સ), આધુનિક પ્રયોગશાળાઓ તથા સંશોધન સુવિધાઓ (પ્રોસેસ) અને સંશોધનની ગુણવત્તા અને પરિણામો (આઉટપુટ્સ)નો સમાવેશ થાય છે.ગણપત યુનિવર્સિટીએ પ્રોસેસ પિલરમાં 66.7નો ઉત્કૃષ્ટ સ્કોર મેળવ્યો છે. આ સ્કોરના આધારે યુનિવર્સિટીએ વિશ્વમાં 76મો, ભારતમાં પાંચમો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આધુનિક લેબોરેટરી, સંશોધન માટેની અદ્યતન સુવિધાઓ અને મજબૂત વહીવટી માળખું આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ સાબિત થયાં છે. તેવી જ રીતે ઇનપુટ્સ પિલરમાં 58.9નો સ્કોર મેળવી યુનિવર્સિટીએ વિશ્વમાં 241મો અને ભારતમાં 16મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીના સતત રોકાણ અને ઉદ્યોગો સાથેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે. વર્ષ 2024ના આંકડા મુજબ ગણપત યુનિવર્સિટીએ 109 આંતરવિદ્યાશાખાકીય સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે, જે વર્ષ 2020ની સરખામણીએ પાંચ ગણો વધારો દર્શાવે છે. આ ઉપરાંત 28 પેટન્ટ નોંધાવ્યાં છે અને 113 કોન્ફ્રન્સનું આયોજન કર્યું છે. સંશોધન અને કન્સલ્ટન્સી પ્રવૃત્તિઓના માધ્યમથી યુનિવર્સિટીએ કુલ રૂ.12.14 કરોડની આવક મેળવી છે, જેમાંથી રૂ.8.23 કરોડ આંતર વિદ્યાશાખાકીય સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ભારત સરકાર, મારુતિ સુઝુકી અને બોશ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી કુલ 12 સેન્ટર ઓફ્ એક્સેલન્સ કાર્યરત છે. યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 203 સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સાથે જ 62 બૌદ્ધિક સંપદા અધિકાર ફાઇલિંગ અને 847 લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ વચ્ચેના સેતુરૂપ કાર્યને ઉજાગર કરે છે. ગણપત યુનિવર્સિટીને ISRO, DBT, DST/GUJCOSTતેમજ યુરોપિયન યુનિયનના Erasmus+ જેવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફ્થી સંશોધન ગ્રાન્ટ્સપ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મળતી સંશોધન ઇન્ટર્નશિપની તકો પણ યુનિવર્સિટીના સંશોધન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે. આમ, આધુનિક સંશોધન સુવિધાઓ, ઉદ્યોગો સાથેનું જોડાણ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ગુણવત્તાયુક્ત સંશોધનના સમન્વયથી ગણપત યુનિવર્સિટીએ વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.THE ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ રેન્કિંગ 2027માં મળેલું આ સ્થાન માત્ર યુનિવર્સિટીની સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતના ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર માટેપણ ગૌરવની બાબત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0