Morbi: અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટરનો પર્દાફાશ! 2 શખ્સની અટકાયત
મોરબીમાં અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટર ઝડપાયું છે. મળતી માહિતી મુજબ, મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. પોલીસે જયેશ અને વિજય સરડવાની અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ, મોરબીમાં સુપર માર્કેટમાંથી અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટરનો પર્દાફાશ થયો છે. મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. જયેશ સરડવા નામના પોસ્ટમેનની આઈડીનો ઉપયોગ કરી સુધારા વધારા કરવામાં આવતા હતા. મનસ્વી રીતે પૈસા લઈ આધારકાર્ડમાં સુધારા કરી આપતા હતા. એ ડીવી પોલીસે વકીલ વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ સરડવાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે વેરીફાઈ કરવું? સૌપ્રથમ UIDAIની વેબસાઈટ પર જાઓ. અહીં “માય આધાર” ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ “સર્વિસ” ઓપ્શનમાંથી “Verify an Aadhaar Number” પસંદ કરો. ત્યાર બાદ તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. હવે “Verify Aadhaar” પર ક્લિક કરો. જો તમારું આધાર કાર્ડ અસલી છે તો વેબસાઈટ પર “EXISTS” દર્શાવશે. જો તે નકલી હશે તો એક એરર મેસેજ દેખાશે. આધાર કાર્ડ ઓફલાઈન વેરીફાઈ કરવાની રીત તમે આધાર કાર્ડ પર ડિજિટલ હસ્તાક્ષર ચકાસવા માટે QR કોડ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે mAadhaar એપ દ્વારા કાર્ડને પ્રમાણિત કરી શકો છો. આ પદ્ધતિઓ ઝડપી અને સરળ છે અને ખાતરી કરે છે કે તમારું આધાર કાર્ડ અસલી છે અને કોઈપણ જરૂરી સેવાઓ માટે સ્વીકારવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટર ઝડપાયું છે. મળતી માહિતી મુજબ, મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. પોલીસે જયેશ અને વિજય સરડવાની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં સુપર માર્કેટમાંથી અનઅધિકૃત આધારકાર્ડ સેન્ટરનો પર્દાફાશ થયો છે. મોરબીના પૂર્વ શિક્ષક અને વકીલ વિજય સરડવાના ઓનેસ્ટ ઓનલાઈન નામની દુકાનમાં અનઅધિકૃત રીતે સુધારા થતા હતા. જયેશ સરડવા નામના પોસ્ટમેનની આઈડીનો ઉપયોગ કરી સુધારા વધારા કરવામાં આવતા હતા. મનસ્વી રીતે પૈસા લઈ આધારકાર્ડમાં સુધારા કરી આપતા હતા. એ ડીવી પોલીસે વકીલ વિજય સરડવા અને પોસ્ટમેન જયેશ સરડવાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે વેરીફાઈ કરવું?
- સૌપ્રથમ UIDAIની વેબસાઈટ પર જાઓ.
- અહીં “માય આધાર” ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર બાદ “સર્વિસ” ઓપ્શનમાંથી “Verify an Aadhaar Number” પસંદ કરો.
- ત્યાર બાદ તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.
- હવે “Verify Aadhaar” પર ક્લિક કરો.
- જો તમારું આધાર કાર્ડ અસલી છે તો વેબસાઈટ પર “EXISTS” દર્શાવશે.
- જો તે નકલી હશે તો એક એરર મેસેજ દેખાશે.
આધાર કાર્ડ ઓફલાઈન વેરીફાઈ કરવાની રીત
તમે આધાર કાર્ડ પર ડિજિટલ હસ્તાક્ષર ચકાસવા માટે QR કોડ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે mAadhaar એપ દ્વારા કાર્ડને પ્રમાણિત કરી શકો છો. આ પદ્ધતિઓ ઝડપી અને સરળ છે અને ખાતરી કરે છે કે તમારું આધાર કાર્ડ અસલી છે અને કોઈપણ જરૂરી સેવાઓ માટે સ્વીકારવામાં આવશે.