Morbi : અજાણી મહિલા દ્વારા એકસાથે ૨ બાળકોનું અપહરણ, પોલીસે ઝડપી મહિલા.
મોરબીના ટંકારામાંથી ૨ બાળકોના અપહરણની ઘટના સામે આવી છે. ગતરોજ નેકગામની વાડીમાં રહેતા શ્રમિકના ૨ પુત્રોનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. પોલીસે રાતભરની મહેનત બાદ સવારે બંને બાળકો સાથે મહિલાને ઝડપી લીધી છે અને અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટંકારાના નેકનામ ગામે વાડીમાંથી શ્રમિકના બે બાળકોના અપહરણ બાદ છુટકારો મોરબીના ટંકારા ખાતે નેકગમની વાડીમાંથી કેશર કોળીના ૨ બાળકોનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. કેશર કોળી નામના શ્રમિકને ૨ પુત્રો હાર્દિક ઉંમર ૩ વર્ષ અને વૈભવ ઉંમર ૨ વર્ષનું અજાણી મહિલા દ્વારા કરાયા હતા. જેને લઈ માતા-પિતા ગભરાઈ ગયા હતા. આજકાલ બાળકો ઉપાડી લઈ જવાની અને અપહરણની ઘટનાઓ વધી રહી છે.સમગ્ર જિલ્લાની પોલીસે આખી રાત મહેનત કરીને બાળકો સાથે મહિલાને ઝડપી.અપહરણ થવાનું જાણી ગભરાઈ ગયેલા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ૨ બાળકો એકસાથે અપહરણ થવાની ઘટના ગંભીર હોઈ મોરબી પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં ટીમો કામે લગાડી હતી. ટંકારા ઉપરાંત સમગ્ર જિલ્લાની પોલીસે આખી રાત મહેનત બાદ વહેલી સવારે વાંકાનેર વિસ્તારમાંથી બાળકોને હેમખેમ છોડાવી લેવાયા હતા. પોલીસે ૨ બાળકો માતાપિતાને સોંપી મહિલાને ઝડપી લીધી હતી. અપહરણનું કારણ જાણવા પોલીસ દ્વારા મહિલાની પૂછતાછ ચાલુ વાંકાનેરથી હેમખેમ બાળકો છોડાવી તેમના માતા પિતાને સુપરત કરી મહિલાની ધરપકડ કરી છે. મહિલા વિરુદ્ધ ટંકારા શહેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલા કોઈ ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ તથા અપહરણનું કારણ જાણવા હાલમાં પોલીસ પૂછતાછ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીના ટંકારામાંથી ૨ બાળકોના અપહરણની ઘટના સામે આવી છે. ગતરોજ નેકગામની વાડીમાં રહેતા શ્રમિકના ૨ પુત્રોનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. પોલીસે રાતભરની મહેનત બાદ સવારે બંને બાળકો સાથે મહિલાને ઝડપી લીધી છે અને અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના નેકનામ ગામે વાડીમાંથી શ્રમિકના બે બાળકોના અપહરણ બાદ છુટકારો
મોરબીના ટંકારા ખાતે નેકગમની વાડીમાંથી કેશર કોળીના ૨ બાળકોનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. કેશર કોળી નામના શ્રમિકને ૨ પુત્રો હાર્દિક ઉંમર ૩ વર્ષ અને વૈભવ ઉંમર ૨ વર્ષનું અજાણી મહિલા દ્વારા કરાયા હતા. જેને લઈ માતા-પિતા ગભરાઈ ગયા હતા. આજકાલ બાળકો ઉપાડી લઈ જવાની અને અપહરણની ઘટનાઓ વધી રહી છે.
સમગ્ર જિલ્લાની પોલીસે આખી રાત મહેનત કરીને બાળકો સાથે મહિલાને ઝડપી.
અપહરણ થવાનું જાણી ગભરાઈ ગયેલા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ૨ બાળકો એકસાથે અપહરણ થવાની ઘટના ગંભીર હોઈ મોરબી પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં ટીમો કામે લગાડી હતી. ટંકારા ઉપરાંત સમગ્ર જિલ્લાની પોલીસે આખી રાત મહેનત બાદ વહેલી સવારે વાંકાનેર વિસ્તારમાંથી બાળકોને હેમખેમ છોડાવી લેવાયા હતા. પોલીસે ૨ બાળકો માતાપિતાને સોંપી મહિલાને ઝડપી લીધી હતી.
અપહરણનું કારણ જાણવા પોલીસ દ્વારા મહિલાની પૂછતાછ ચાલુ
વાંકાનેરથી હેમખેમ બાળકો છોડાવી તેમના માતા પિતાને સુપરત કરી મહિલાની ધરપકડ કરી છે. મહિલા વિરુદ્ધ ટંકારા શહેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલા કોઈ ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ તથા અપહરણનું કારણ જાણવા હાલમાં પોલીસ પૂછતાછ કરી રહી છે.