Monsoon: 24 કલાકમાં 77 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ

4 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો તલોદમાં 2 ઇંચ, લોધિકામાં 1.5 ઇંચ વરસાદ આવ્યો વાપી, કપરાડા, સુરતમાં અડધો ઇંચ વરસાદ ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમજ 4 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે. તલોદમાં 2 ઇંચ, લોધિકામાં 1.5 ઇંચ વરસાદ તથા ભૂજ અને નખત્રાણામાં 1-1 ઇંચ વરસાદ સાથે વાપી, કપરાડા, સુરતમાં અડધો ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભૂજ અને નખત્રાણામાં એક-એક ઈંચ, વલસાડના વાપીમાં, કપરાડામાં, સુરત શહેરમાં અને ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.  ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો આજે ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તેમજ સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 23.40 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા, કચ્છ ઝોનમાં 26.87 ટકા, દ.ગુજરાત ઝોનમાં 27.08 ટકા અને મ.ગુજરાત ઝોનમાં 15.15 ટકા વરસાદ તથા ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો છે.

Monsoon: 24 કલાકમાં 77 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો
  • તલોદમાં 2 ઇંચ, લોધિકામાં 1.5 ઇંચ વરસાદ આવ્યો
  • વાપી, કપરાડા, સુરતમાં અડધો ઇંચ વરસાદ

ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમજ 4 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે. તલોદમાં 2 ઇંચ, લોધિકામાં 1.5 ઇંચ વરસાદ તથા ભૂજ અને નખત્રાણામાં 1-1 ઇંચ વરસાદ સાથે વાપી, કપરાડા, સુરતમાં અડધો ઇંચ વરસાદ આવ્યો છે.

રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભૂજ અને નખત્રાણામાં એક-એક ઈંચ, વલસાડના વાપીમાં, કપરાડામાં, સુરત શહેરમાં અને ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

 ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો

આજે ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તેમજ સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 23.40 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા, કચ્છ ઝોનમાં 26.87 ટકા, દ.ગુજરાત ઝોનમાં 27.08 ટકા અને મ.ગુજરાત ઝોનમાં 15.15 ટકા વરસાદ તથા ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ નોંધાયો છે.