Mehsana: પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ અને આવકનો દાખલા બનતા ચકચાર

મહેસાણાના લાખવડ ગામના સહકારનગરમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ખુલાસો પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે. જેમાં મહેસાણાના લાખવડ ગામના સહકારનગરમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. પાકિસ્તાની પરિવારની મહિલાનું પાનકાર્ડ પણ નીકળ્યું છે. મામલતદાર કચેરીએ રેશનકાર્ડ પણ ઈશ્યૂ કર્યું હતું. રેશનકાર્ડથી આવકનો દાખલો કઢાવ્યો હોવાનું ખૂલ્યું રેશનકાર્ડથી આવકનો દાખલો કઢાવ્યો હોવાનું ખૂલ્યું છે. રાશન નહીં મળતા આધારકાર્ડ, દસ્તાવેજ કઢાવ્યા હતા. જેમાં પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળતા ચકચાર મચી છે. મહેસાણાના લાખવડ ગામના સહકાર નગરમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની પરિવારની મહિલા ભુરીબેનનું પાન કાર્ડ પણ નીકળ્યું હોવાની વિગત સામે આવી છે. આ પરિવારને મહેસાણા મામલતદાર કચેરીએ 104007014316208 નંબરથી રેશનકાર્ડ પણ ઈશ્યુ કર્યું હતું. આ કાર્ડ આધારે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આવકનો દાખલો પણ કાઢી આપ્યો હતો.અન્ય દસ્તાવેજ કઢાવ્યા બાદ રેશન કાર્ડ સરેન્ડર કરાવી દીધું આ પરિવારે રાશન નહિ મળતા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ કઢાવ્યા બાદ રેશન કાર્ડ સરેન્ડર કરાવી દીધું હતું. આ પરિવારને તાલુકા વિકાસ અધિકારીની કચેરી દ્વારા 21000067000020720 નંબરથી આવકનો દાખલો ઈશ્યુ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ગુજરાત ATSની ટીમે પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો હતો. જેમાં આ પાકિસ્તાનની જાસૂસ ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન સુધી આપતો હતો. આ જાસૂસ પાકિસ્તાનની એજન્સી ISI સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવતા તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાત ATS આ મામલે વધુ ખુલાસા કરી શકે તેવી શક્યતાઓ જણાઇ રહી છે ત્યારે હવે આ પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.

Mehsana: પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ અને આવકનો દાખલા બનતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણાના લાખવડ ગામના સહકારનગરમાં રહેતા
  • 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા
  • આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ખુલાસો

પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે. જેમાં મહેસાણાના લાખવડ ગામના સહકારનગરમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. પાકિસ્તાની પરિવારની મહિલાનું પાનકાર્ડ પણ નીકળ્યું છે. મામલતદાર કચેરીએ રેશનકાર્ડ પણ ઈશ્યૂ કર્યું હતું.

રેશનકાર્ડથી આવકનો દાખલો કઢાવ્યો હોવાનું ખૂલ્યું

રેશનકાર્ડથી આવકનો દાખલો કઢાવ્યો હોવાનું ખૂલ્યું છે. રાશન નહીં મળતા આધારકાર્ડ, દસ્તાવેજ કઢાવ્યા હતા. જેમાં પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળતા ચકચાર મચી છે. મહેસાણાના લાખવડ ગામના સહકાર નગરમાં રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. આરોગ્ય વિભાગની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની પરિવારની મહિલા ભુરીબેનનું પાન કાર્ડ પણ નીકળ્યું હોવાની વિગત સામે આવી છે. આ પરિવારને મહેસાણા મામલતદાર કચેરીએ 104007014316208 નંબરથી રેશનકાર્ડ પણ ઈશ્યુ કર્યું હતું. આ કાર્ડ આધારે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આવકનો દાખલો પણ કાઢી આપ્યો હતો.

અન્ય દસ્તાવેજ કઢાવ્યા બાદ રેશન કાર્ડ સરેન્ડર કરાવી દીધું

આ પરિવારે રાશન નહિ મળતા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ કઢાવ્યા બાદ રેશન કાર્ડ સરેન્ડર કરાવી દીધું હતું. આ પરિવારને તાલુકા વિકાસ અધિકારીની કચેરી દ્વારા 21000067000020720 નંબરથી આવકનો દાખલો ઈશ્યુ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ગુજરાત ATSની ટીમે પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો હતો. જેમાં આ પાકિસ્તાનની જાસૂસ ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન સુધી આપતો હતો. આ જાસૂસ પાકિસ્તાનની એજન્સી ISI સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવતા તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાત ATS આ મામલે વધુ ખુલાસા કરી શકે તેવી શક્યતાઓ જણાઇ રહી છે ત્યારે હવે આ પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયાનો કિસ્સો સામે આવ્યો છે.