Mehsana: ખ્યાતિકાંડ બાદ હવે ઓપરેશનકાંડ! દારૂ પીવડાવીને નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો

અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલની મોતની સર્જરીએ સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. આવી હોસ્પિટલોએ પૈસા કમાવાની લ્હાયમાં નિર્દોષ લોકોને સારવારના નામે ચીરી લેવામાં આવી રહ્યા છે ત્યારે ખ્યાતિ કાંડ જેવો જ વધુ એક ઓપરેશન કાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડમાં રહેતા યુવાનનું લલચાવી ફોસલાવી નસબંધીનું ઓપરેશન કરી નંખાયુ હોવાનો યુવકનો દાવો છે.મહેસાણામાં હવે નસબંધીનું કૌભાંડમળતી માહિતી મુજબ, મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે. યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને લલચાવી ફોસલાવી અમદાવાદ અડાલજ તરફની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું.દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવોઅમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં ઓપરેશનકાંડ સામે આવ્યું છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન ઓપરેશનકાંડનો ભોગ બન્યો છે. યુવકને લલચાવી નસબંધીનું ઓપરેશન કરી નાંખ્યુ હોવોનો યુવકનો દાવો છે. યુવકને અડાલજ નજીક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કરી દેવામાં આવી છે. યુવકના જણાવ્યા મુજબ, દારૂ પીવડાવી નસબંધી કરી નાખવામાં આવી છે. આ ઓપરેશન માટે 2200 રૂપિયામાંથી યુવકને 2000 આપ્યાને દલાલે 200 રૂપિયા લીધા છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઇ ગયું છે. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જ જીવન દાવ ઉપર લાગ્યુ છે. યુવકના એક મહિના બાદ લગ્નયુવકના એક મહિના બાદ લગ્ન છે અને હવે એક મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્નજીવન દાવ પર લાગ્યું છે. યુવકે દાવો કર્યો કે અમદાવાદ તરફની અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશ કરી દેવાયું હતું. યુવકે લગાવેલા આરોપોની જો ઉંડી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું આ ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે કરેલા આરોપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ જાણ થઇ શકે છે.

Mehsana: ખ્યાતિકાંડ બાદ હવે ઓપરેશનકાંડ! દારૂ પીવડાવીને નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલની મોતની સર્જરીએ સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. આવી હોસ્પિટલોએ પૈસા કમાવાની લ્હાયમાં નિર્દોષ લોકોને સારવારના નામે ચીરી લેવામાં આવી રહ્યા છે ત્યારે ખ્યાતિ કાંડ જેવો જ વધુ એક ઓપરેશન કાંડ મહેસાણામાં પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડમાં રહેતા યુવાનનું લલચાવી ફોસલાવી નસબંધીનું ઓપરેશન કરી નંખાયુ હોવાનો યુવકનો દાવો છે.

મહેસાણામાં હવે નસબંધીનું કૌભાંડ

મળતી માહિતી મુજબ, મહેસાણાના નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતા યુવાને ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવાયું છે. યુવકે લગાવેલા આરોપ મુજબ તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને લલચાવી ફોસલાવી અમદાવાદ અડાલજ તરફની હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું.

દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં ઓપરેશનકાંડ સામે આવ્યું છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાન ઓપરેશનકાંડનો ભોગ બન્યો છે. યુવકને લલચાવી નસબંધીનું ઓપરેશન કરી નાંખ્યુ હોવોનો યુવકનો દાવો છે. યુવકને અડાલજ નજીક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નસબંધી કરી દેવામાં આવી છે. યુવકના જણાવ્યા મુજબ, દારૂ પીવડાવી નસબંધી કરી નાખવામાં આવી છે. આ ઓપરેશન માટે 2200 રૂપિયામાંથી યુવકને 2000 આપ્યાને દલાલે 200 રૂપિયા લીધા છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઇ ગયું છે. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલાં જ જીવન દાવ ઉપર લાગ્યુ છે.

યુવકના એક મહિના બાદ લગ્ન

યુવકના એક મહિના બાદ લગ્ન છે અને હવે એક મહિના પહેલા જ તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવતા તેનું લગ્નજીવન દાવ પર લાગ્યું છે. યુવકે દાવો કર્યો કે અમદાવાદ તરફની અડાલજ CHC હોસ્પિટલમાં તેને લઇ જવાયો હતો અને તેનું નસબંધીનું ઓપરેશ કરી દેવાયું હતું. યુવકે લગાવેલા આરોપોની જો ઉંડી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું આ ઓપરેશન કાંડ બહાર આવી શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે કરેલા આરોપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ જાણ થઇ શકે છે.