Ahmedabadના AMC તંત્રને બંધ સ્ટ્રીટ લાઈટને લઈ મળી 48 હજારથી વધુ ફરિયાદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે આવી રહી છે.અમદાવાદના રહીશોને અત્યાર સુધી શુદ્ધ પાણી કે સારા રોડને લઈને અધધ ફરિયાદો આવી રહી છે પરંતુ હવે તો લોકોને ચાલુ હાલતમાં સ્ટ્રીટ લાઈટ પણ મળતી નહિ હોવાની ફરિયાદો આવી રહી છે બીજી તરફ સ્થિતિ એ છે કે આખરે દિવાળી કે નવરાત્રિ જેવા પર્વમાં કરોડોના ખર્ચે લાઇટિંગ કરી શકવામાં સક્ષમ તંત્ર લોકોને જરૂરી એવી સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવામાં નિષ્ફ્ળ હોવાનું સામે આવ્યું છે. સાંજના સમયે નથી હોતી લાઈટ અમદાવાદમાં હવે લોકોને સંધ્યા સમય બાદ સ્ટ્રીટ લાઈટની સુવિધા મળવી મુશ્કેલ હોવાનું સામે આવી રહ્યું છે શહેરના ઘણા એવા વિસ્તાર છે જે આંતરિયાળ છે પરંતુ લોકોને ત્યાં રોશની મળતી નથી.અનેક ફરિયાદો પરંતુ નિવારણ શૂન્ય જેવી હાલત અમદાવાદ શહેરમાં થઇ રહી છે.શહેરના એવા વિસ્તાર કે જ્યાં વર્ષોથી લોકો વસવાટ કરે છે એવા વિસ્તારમાં લોકોને હવે અંધારાનો સામનો કરવો પડે છે.અનેક વખત ફરિયાદો ટોલ ફ્રી નંબરમાં કરવામાં આવી જેમાં ઘણી ફરિયાદો એવી છે કે જેમાં લોકોને નિવારણ કર્યા વગર જ ફરિયાદ બંધ કરી દેવામાં આવી છે. લાઈટ વિભાગને અપાઈ સૂચના આ મામલે amc સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે, લાઈટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે બંધ લાઈટો સત્વરે ચાલુ કરવામાં આવે નાઈટ રાઉન્ડ પણ લગાવવામાં આવે અને બંધ લાઈટો ચાલુ કરવામાં આવે અમદાવાદ શહેરમાં છેલ્લા 4 માસમાં જ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 48 હજાર જેટલી ફરિયાદો મળી છે એટલે કે મહિને 12 હજાર જેટલી લાઈટો બંધ રહે છે.ત્યારે તંત્ર આ મામલે સદંતર નિષ્ફ્ળ રહ્યું છે.સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે ડોગ બાઈટ, ચેઇન સ્નેચિંગ, અકસ્માત જેવા બનાવો બને છે.આપને યાદ કરાવીએ કે જયારે તથ્ય કાંડ થયો અને તેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા એ સમયે ઇસ્કોન બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી તો આવી જ રીતે શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ અનેક વિસ્તાર એવા છે જેમાં રાત્રી દરમિયાન લાઈટ બંધ હાલતમાં હોય છે.. વિપક્ષે કાઢી ઝાટકણી આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે લાઈટ વિભાગના અધિકારીઓને મહિને લખો રૂપિયા પગાર વસુલે છે પરંતુ લોકોને સુવિધા પુરી પાડતા નથી..લાઈટ વિભાગના અધિકારીઓ અંધારામાં છે અને તેના કારણે અમદાવાદીઓને પણ અંધારામાં રહેવું પડી રહ્યું છે આમ અમદાવાદમાં લાખોની સંખ્યામાં લાઈટ પોલ લગાવેલા છે ત્યારે તે પૈકી અનેક લાઈટ પોલ એવા છે જે ઘણા સમયથી બંધ હાલતમાં હોય છે ઘણી જગ્યા પર સ્થિતિ એ છે કે લાઈટ પોલ જો ચાલુ હાલતમાં હોય તો ત્યાં ઝાડ એટલા પ્રમાણમાં છે કે લાઈટની આસપાસ હોવાના કારણે લાઇટનો પ્રકાશ નીચે સુધી પહોંચતો નથી જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે આમ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ તેનું સમાધાન તંત્ર પાસે નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે આવી રહી છે.અમદાવાદના રહીશોને અત્યાર સુધી શુદ્ધ પાણી કે સારા રોડને લઈને અધધ ફરિયાદો આવી રહી છે પરંતુ હવે તો લોકોને ચાલુ હાલતમાં સ્ટ્રીટ લાઈટ પણ મળતી નહિ હોવાની ફરિયાદો આવી રહી છે બીજી તરફ સ્થિતિ એ છે કે આખરે દિવાળી કે નવરાત્રિ જેવા પર્વમાં કરોડોના ખર્ચે લાઇટિંગ કરી શકવામાં સક્ષમ તંત્ર લોકોને જરૂરી એવી સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવામાં નિષ્ફ્ળ હોવાનું સામે આવ્યું છે.
સાંજના સમયે નથી હોતી લાઈટ
અમદાવાદમાં હવે લોકોને સંધ્યા સમય બાદ સ્ટ્રીટ લાઈટની સુવિધા મળવી મુશ્કેલ હોવાનું સામે આવી રહ્યું છે શહેરના ઘણા એવા વિસ્તાર છે જે આંતરિયાળ છે પરંતુ લોકોને ત્યાં રોશની મળતી નથી.અનેક ફરિયાદો પરંતુ નિવારણ શૂન્ય જેવી હાલત અમદાવાદ શહેરમાં થઇ રહી છે.શહેરના એવા વિસ્તાર કે જ્યાં વર્ષોથી લોકો વસવાટ કરે છે એવા વિસ્તારમાં લોકોને હવે અંધારાનો સામનો કરવો પડે છે.અનેક વખત ફરિયાદો ટોલ ફ્રી નંબરમાં કરવામાં આવી જેમાં ઘણી ફરિયાદો એવી છે કે જેમાં લોકોને નિવારણ કર્યા વગર જ ફરિયાદ બંધ કરી દેવામાં આવી છે.
લાઈટ વિભાગને અપાઈ સૂચના
આ મામલે amc સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે, લાઈટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે બંધ લાઈટો સત્વરે ચાલુ કરવામાં આવે નાઈટ રાઉન્ડ પણ લગાવવામાં આવે અને બંધ લાઈટો ચાલુ કરવામાં આવે અમદાવાદ શહેરમાં છેલ્લા 4 માસમાં જ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 48 હજાર જેટલી ફરિયાદો મળી છે એટલે કે મહિને 12 હજાર જેટલી લાઈટો બંધ રહે છે.ત્યારે તંત્ર આ મામલે સદંતર નિષ્ફ્ળ રહ્યું છે.સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે ડોગ બાઈટ, ચેઇન સ્નેચિંગ, અકસ્માત જેવા બનાવો બને છે.આપને યાદ કરાવીએ કે જયારે તથ્ય કાંડ થયો અને તેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા એ સમયે ઇસ્કોન બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી તો આવી જ રીતે શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ અનેક વિસ્તાર એવા છે જેમાં રાત્રી દરમિયાન લાઈટ બંધ હાલતમાં હોય છે..
વિપક્ષે કાઢી ઝાટકણી
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે લાઈટ વિભાગના અધિકારીઓને મહિને લખો રૂપિયા પગાર વસુલે છે પરંતુ લોકોને સુવિધા પુરી પાડતા નથી..લાઈટ વિભાગના અધિકારીઓ અંધારામાં છે અને તેના કારણે અમદાવાદીઓને પણ અંધારામાં રહેવું પડી રહ્યું છે આમ અમદાવાદમાં લાખોની સંખ્યામાં લાઈટ પોલ લગાવેલા છે ત્યારે તે પૈકી અનેક લાઈટ પોલ એવા છે જે ઘણા સમયથી બંધ હાલતમાં હોય છે ઘણી જગ્યા પર સ્થિતિ એ છે કે લાઈટ પોલ જો ચાલુ હાલતમાં હોય તો ત્યાં ઝાડ એટલા પ્રમાણમાં છે કે લાઈટની આસપાસ હોવાના કારણે લાઇટનો પ્રકાશ નીચે સુધી પહોંચતો નથી જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે આમ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ તેનું સમાધાન તંત્ર પાસે નથી.