Surat: સુરતમાં હવાલાના રેકેટનો પર્દાફાશ, આ 3 દેશ સાથે છે કનેકશન
સુરત શહેર SOGને મળી મોટી સફળતા મળી છે. સુરત શહેર SOGએ હવાલાનો મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સોની ફળિયા સિંધીવાડમાં SOGએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના રૂપિયાનો ખેલ ધમધમતો હતો. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરતા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરત શહેર SOGએ હવાલાનો મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સોની ફળિયા સિંધીવાડમાં હવાલાનો મોટા રેકેટનું કનેક્શન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે હોવાનું ખુલ્યું છે. ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. આ આરોપીઓ સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી વગે કરાતા હતા. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોનાં વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરત શહેર SOGએ મકબુલ ડોક્ટર, પુત્ર કાસીફ અને માઝ નાડાને પકડી પાડ્યા છે.આરોપીઓ પાસે થી 17 લાખ રોકડ, 500 સીમકાર્ડ, વિદેશી ચલણ પણ ઝડપાયું છે. આ સાથે રૂપિયા ગણવાનું મશીન અને અન્ય વસ્તુ પણ મળી આવ્યા છે. આ કારસ્તાનમાં ઝાંપા બજારનો મુર્તુઝા ફારુક શેખ પણ ખેલાડી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદનો મહેશ દેસાઈ પણ આ ખેલનો ખેલાડી હોવાનું ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેર SOGને મળી મોટી સફળતા મળી છે. સુરત શહેર SOGએ હવાલાનો મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સોની ફળિયા સિંધીવાડમાં SOGએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના રૂપિયાનો ખેલ ધમધમતો હતો. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરતા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેર SOGએ હવાલાનો મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સોની ફળિયા સિંધીવાડમાં હવાલાનો મોટા રેકેટનું કનેક્શન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે હોવાનું ખુલ્યું છે. ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના હવાલાનાં રૂપિયાને USDTમાં કન્વર્ટ કરવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. આ આરોપીઓ સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી વગે કરાતા હતા. USDT આંતરરાષ્ટ્રીય ચીટરોનાં વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરત શહેર SOGએ મકબુલ ડોક્ટર, પુત્ર કાસીફ અને માઝ નાડાને પકડી પાડ્યા છે.
આરોપીઓ પાસે થી 17 લાખ રોકડ, 500 સીમકાર્ડ, વિદેશી ચલણ પણ ઝડપાયું છે. આ સાથે રૂપિયા ગણવાનું મશીન અને અન્ય વસ્તુ પણ મળી આવ્યા છે. આ કારસ્તાનમાં ઝાંપા બજારનો મુર્તુઝા ફારુક શેખ પણ ખેલાડી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદનો મહેશ દેસાઈ પણ આ ખેલનો ખેલાડી હોવાનું ખુલ્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.