Mehsanaની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરની વધુ એક સિદ્ધિ,પૂણેની સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ

તસનીમ મીરે ફ્રાન્સ બાદ પૂણેમાં સિનિયર રેન્કિંગ સ્પર્ધા જીતી8થી 14 જુલાઈ સુધી પૂણેમાં યોજાઈ હતી સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા ભારતની સાથે ગુજરાતનું નામ વિદેશની ધરતી પર રોશન કર્યુ મહેસાણા જિલ્લાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને ગુજરાતને ભરી ગૌરવ અપાવ્યું છે. તસનીમ મીરે પૂણેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને પોતાનું નામ ભરી રોશન કર્યુ છે. પૂણે ખાતે યોજાયેલી સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધામાં તસનીમ મીરે જીત મેળવી હતી. પુણેની સ્પર્ધામાં તસનીમ મીરે જીત્યો ગોલ્ડ મેડલ પૂણે ખાતે 8 જુલાઈથી 14 જુલાઈ સુધી યોનેક્સ સનરાઈઝ વી વી નટુ મેમોરિયલ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેને ફ્રાન્સમાં પણ ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યુ હતું અને ભારતની સાથે ગુજરાતનું નામ વિદેશની ધરતી પર રોશન કર્યુ છે. થોડા દિવસ પહેલા જ ફ્રાન્સમાં 12મું આંતરાષ્ટ્રીય બેડમિન્ટન ટાઈટલ જીત્યું હતું આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણાનું અને ગુજરાતનું નામ ગુંજતું કરનાર તસનીમ મીરએ થોડા દિવસ પહેલા જ ફ્રાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીત્યું હતું, દેશ અને ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. મહેસાણા પોલીસ વિભાગના પોલીસકર્મીની દીકરી તસનીમ મીરએ બેડમિન્ટન સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં અસંખ્ય મેડલ મેળવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એક પછી એક મેડલ મેળવ્યા છે. ત્યારે ફ્રાન્સ ખાતે સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સિંગલ ટાઈટલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે 12મુ ટાઈટલ જીતી બેડમિન્ટન રમતમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. આમ,મહેસાણાની તસનીમ મીરએ બેડમિન્ટન વર્લ્ડમાં ભારતની સાથે મહેસાણાનું નામ ગુંજતું કર્યું હતું.16 વર્ષની નાની ઉંમરમાં જ જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ તસનીમ મીર 16 વર્ષની નાની ઉંમરમાં જ જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. ગયા વર્ષના શાનદાર પ્રદર્શનના કારણે તસનીમ મીર નંબર 1 રેન્કિંગ સુધી પહોંચી ગઈ છે અને તે આ કારનામુ કરનારી દેશની પ્રથમ ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે તસનીમે 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરુઆત કરી હતી. તસનીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.

Mehsanaની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરની વધુ એક સિદ્ધિ,પૂણેની સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તસનીમ મીરે ફ્રાન્સ બાદ પૂણેમાં સિનિયર રેન્કિંગ સ્પર્ધા જીતી
  • 8થી 14 જુલાઈ સુધી પૂણેમાં યોજાઈ હતી સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા
  • ભારતની સાથે ગુજરાતનું નામ વિદેશની ધરતી પર રોશન કર્યુ

મહેસાણા જિલ્લાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને ગુજરાતને ભરી ગૌરવ અપાવ્યું છે. તસનીમ મીરે પૂણેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને પોતાનું નામ ભરી રોશન કર્યુ છે. પૂણે ખાતે યોજાયેલી સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધામાં તસનીમ મીરે જીત મેળવી હતી.

પુણેની સ્પર્ધામાં તસનીમ મીરે જીત્યો ગોલ્ડ મેડલ

પૂણે ખાતે 8 જુલાઈથી 14 જુલાઈ સુધી યોનેક્સ સનરાઈઝ વી વી નટુ મેમોરિયલ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણાની બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેને ફ્રાન્સમાં પણ ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યુ હતું અને ભારતની સાથે ગુજરાતનું નામ વિદેશની ધરતી પર રોશન કર્યુ છે.

થોડા દિવસ પહેલા જ ફ્રાન્સમાં 12મું આંતરાષ્ટ્રીય બેડમિન્ટન ટાઈટલ જીત્યું હતું

આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણાનું અને ગુજરાતનું નામ ગુંજતું કરનાર તસનીમ મીરએ થોડા દિવસ પહેલા જ ફ્રાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીત્યું હતું, દેશ અને ગુજરાતનો ડંકો વગાડ્યો હતો. મહેસાણા પોલીસ વિભાગના પોલીસકર્મીની દીકરી તસનીમ મીરએ બેડમિન્ટન સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં અસંખ્ય મેડલ મેળવ્યા છે અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એક પછી એક મેડલ મેળવ્યા છે. ત્યારે ફ્રાન્સ ખાતે સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સિંગલ ટાઈટલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે 12મુ ટાઈટલ જીતી બેડમિન્ટન રમતમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. આમ,મહેસાણાની તસનીમ મીરએ બેડમિન્ટન વર્લ્ડમાં ભારતની સાથે મહેસાણાનું નામ ગુંજતું કર્યું હતું.

16 વર્ષની નાની ઉંમરમાં જ જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ

તસનીમ મીર 16 વર્ષની નાની ઉંમરમાં જ જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. ગયા વર્ષના શાનદાર પ્રદર્શનના કારણે તસનીમ મીર નંબર 1 રેન્કિંગ સુધી પહોંચી ગઈ છે અને તે આ કારનામુ કરનારી દેશની પ્રથમ ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે તસનીમે 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરુઆત કરી હતી. તસનીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.