Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતની મુલાકાતે

અમદાવાદમાં આવતીકાલે સાંજે 4.30 વાગ્યે કાર્યક્રમ વિરાટનગરમાં મનપા દ્વારા કાર્યક્રમનું આયોજન તિરંગા યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા. 13 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાની શરુઆત કરાવશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા આવતીકાલે અમદાવાદ ખાતે યોજાના હર ઘર તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. આ યાત્રામાં આઝાદીના 78 વર્ષના સંદર્ભે 10 જેટલા ટેબ્લો પણ રાખવામાં આવશે. દેશની આઝાદીના 78મા વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 ઓગસ્ટ પહેલા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે. વિરાટનગરના કેસરીનંદન ચોકથી નિકોલ સુધીની યાત્રા અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે. આ અંગે અમદાવાદના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના આગેવાનો અને અલગ-અલગ પંથ ધર્મના ધર્મગુરુઓ તેમનાં અનુયાયીઓ સહિત 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ મ્યુનિસિપલ કચેરી અને સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. અને આવતીકાલથી તમામ ઐતિહાસિક બિલ્ડિંગ – બ્રિજ વગેરે જગ્યાએ રોશની કરી શણગારવામાં આવશે. ખાસ કરીને શહેરના આઈકોનિક બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના રૂટ ઉપરની મિલકતો ઉપર તિરંગા થીમ આધારીત લાઈટીંગ કરવામાં આવશે.

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતની મુલાકાતે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં આવતીકાલે સાંજે 4.30 વાગ્યે કાર્યક્રમ
  • વિરાટનગરમાં મનપા દ્વારા કાર્યક્રમનું આયોજન
  • તિરંગા યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા. 13 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાની શરુઆત કરાવશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા

આવતીકાલે અમદાવાદ ખાતે યોજાના હર ઘર તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. આ યાત્રામાં આઝાદીના 78 વર્ષના સંદર્ભે 10 જેટલા ટેબ્લો પણ રાખવામાં આવશે. દેશની આઝાદીના 78મા વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 ઓગસ્ટ પહેલા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે.

વિરાટનગરના કેસરીનંદન ચોકથી નિકોલ સુધીની યાત્રા

અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે. આ અંગે અમદાવાદના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના આગેવાનો અને અલગ-અલગ પંથ ધર્મના ધર્મગુરુઓ તેમનાં અનુયાયીઓ સહિત 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ મ્યુનિસિપલ કચેરી અને સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. અને આવતીકાલથી તમામ ઐતિહાસિક બિલ્ડિંગ – બ્રિજ વગેરે જગ્યાએ રોશની કરી શણગારવામાં આવશે. ખાસ કરીને શહેરના આઈકોનિક બિલ્ડિંગ, બ્રિજ, તિરંગા યાત્રાના રૂટ ઉપરની મિલકતો ઉપર તિરંગા થીમ આધારીત લાઈટીંગ કરવામાં આવશે.