Loksabha Elections Results 2024: સાબરકાંઠાથી ભાજપના શોભનાબેન બારૈયાએનું મતદારોને વચન

સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાની 677318 મત સાથે જીતકોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને આપી કારમી હાર જીત બાદ શોભનાબેને પાયારૂપ કામગીરી કરવાનું આપ્યું વચન ભારત વર્ષમાં લોકસભાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થયા જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનો 677318 મતથી વિજય થયો છે. વિજય બાદ શોભનાબેન બારૈયાએ બંને જિલ્લાના મતદારોનો આભાર માની સમગ્ર લોકસભા બેઠક પર રોજગારી તેમજ સિંચાઈ મામલે પાયારૂપ કામગીરી કરવાની વાત કરી હતી સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે પ્રાંતિજના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જ્યારે, સામે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે સાબરકાંઠા જિલ્લામાં 19 લાખ મતદારો પૈકી 12 લાખથી વધારે મતદારોએ મતદાન કરી શોભનાબેન બારૈયાની વિજયનો સરતાજ આપ્યો છે. શોભનાબેન બારૈયાએ 1,55,682ની લીડથી સાબરકાંઠા લોકસભા બેઠક જીતી લીધી છે. તેમજ જીત બાદ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની તમામ વિધાનસભાઓ સહિત છેવાડાના ગામડા સુધી રોજગાર તેમજ સિંચાઈના પ્રશ્નો દૂર કરવાની રજૂઆત કરી છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લા લોકસભા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે સાબરકાંઠામાં કાર્યકરોનો વિરોધાભાસ હોવા છતાં બે લાખ જેટલી જંગી લીડ થી ભાજપને વિજય બનાવવા બદલ કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોનો આભાર માન્યો હતો. નવા મહિલા ચહેરાની ભાજપે આપી તક સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે નવા મહિલા ચહેરાને તક આપી હતી. ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયા પર પસંદગી ઉતારી હતી. શોભનાબેન શિક્ષિકા છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. ભાજપે પ્રાંતિજના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર પર ભાજપે નજર દોડાવી હતી. જે મુજબ અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં સામાજીક અને શિક્ષિત યુવા ચહેરા પર નજર ફેરવવામાં આવી રહી હતી. આ દરમિયાન નવા જ ચહેરાને તક આપવામાં આવી છે.શોભનાબેન બારૈયા? જાણો લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યુ છે.

Loksabha Elections Results 2024: સાબરકાંઠાથી ભાજપના શોભનાબેન બારૈયાએનું મતદારોને વચન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાની 677318 મત સાથે જીત
  • કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને આપી કારમી હાર
  • જીત બાદ શોભનાબેને પાયારૂપ કામગીરી કરવાનું આપ્યું વચન

ભારત વર્ષમાં લોકસભાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થયા જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનો 677318 મતથી વિજય થયો છે. વિજય બાદ શોભનાબેન બારૈયાએ બંને જિલ્લાના મતદારોનો આભાર માની સમગ્ર લોકસભા બેઠક પર રોજગારી તેમજ સિંચાઈ મામલે પાયારૂપ કામગીરી કરવાની વાત કરી હતી

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે પ્રાંતિજના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જ્યારે, સામે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે સાબરકાંઠા જિલ્લામાં 19 લાખ મતદારો પૈકી 12 લાખથી વધારે મતદારોએ મતદાન કરી શોભનાબેન બારૈયાની વિજયનો સરતાજ આપ્યો છે.

શોભનાબેન બારૈયાએ 1,55,682ની લીડથી સાબરકાંઠા લોકસભા બેઠક જીતી લીધી છે. તેમજ જીત બાદ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની તમામ વિધાનસભાઓ સહિત છેવાડાના ગામડા સુધી રોજગાર તેમજ સિંચાઈના પ્રશ્નો દૂર કરવાની રજૂઆત કરી છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લા લોકસભા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે સાબરકાંઠામાં કાર્યકરોનો વિરોધાભાસ હોવા છતાં બે લાખ જેટલી જંગી લીડ થી ભાજપને વિજય બનાવવા બદલ કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોનો આભાર માન્યો હતો.

નવા મહિલા ચહેરાની ભાજપે આપી તક 

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે નવા મહિલા ચહેરાને તક આપી હતી. ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયા પર પસંદગી ઉતારી હતી. શોભનાબેન શિક્ષિકા છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. ભાજપે પ્રાંતિજના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. 

ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર પર ભાજપે નજર દોડાવી હતી. જે મુજબ અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં સામાજીક અને શિક્ષિત યુવા ચહેરા પર નજર ફેરવવામાં આવી રહી હતી. આ દરમિયાન નવા જ ચહેરાને તક આપવામાં આવી છે.

શોભનાબેન બારૈયા? જાણો

લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યુ છે.