Loksabha Election: લોકસભા ચૂંટણીમાં મતદાન કરો અને બિલમાં 7% ડિસ્કાઉન્ટ મેળવો

ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ કર્યો લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ઉપાય 70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે. જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. મતદાનની ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ છે.  

Loksabha Election: લોકસભા ચૂંટણીમાં મતદાન કરો અને બિલમાં 7%  ડિસ્કાઉન્ટ મેળવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ કર્યો
  • લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ઉપાય
  • 70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી

આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી

મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 70થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે.


જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ

આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે. જૂનાગઢમાં પણ હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. મતદાનની ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઇ છે.