Lok Sabha Election 2024: જાણો ત્રીજા તબક્કાના ઉમેદવારોને, ADR રિપોર્ટમાં થયો ખુલાસો

કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનારાગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવાર પૂનમ માડમ દેશના સૌથી ધનિક ઉમેદવાર બીજેપીના પલ્લવી ડેમ્પો લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા તબક્કામાં ઉમેદવારોનું વિશ્લેષણ સામે આવ્યું છે. જેને લઈને ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ સાથે જ આપણે એ પણ જાણવું રહ્યું કે ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો સાથે જ ભાજપની વાત કરીએ તો 82 ઉમેદવાર માંથી 22 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કોગ્રેસના 68 પૈકી 60 ઉમેદવારો કરોડપતિ છે તો બીજેપીના 82 પૈકી 77 ઉમેદવાર કરોડપતિ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. જાણો દેશના 10 ધનિક ઉમેદવારોનેદેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 બીજેપીના, 2 કોંગ્રેસના, 1 SP, 1 NCP અને અપક્ષ ઉમેદવારનો સમાવેશ થયો છે. દેશમાં સૌથી અમીર ઉમેદવારની વાત કરીએ તો તેમાં ગોવા બીજેપીના પલ્લવી ડેમ્પોનું નામ આવે છે. તેમની કુલ મિલકત રૂપિયા 1361 કરોડની હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના 26 પૈકી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ગુજરાતની વાત કરીએ તો ભાજપના 26 પૈકી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 23 માંથી 6 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં બીજેપીના 2 ઉમેદવાર સામેલ ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં ભાજપના 2 નામ સામેલ થયા છે. રિપોર્ટ અનુસાર પૂનમ માંડમ રૂ. 147 કરોડની મિલકત ધરાવે છે તો સીઆર પાટિલ રૂપિયા 39 કરોડની મિલકત ધરાવે છે.સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર જો લોકસભા ચૂંટણીના સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા 3 ઉમેદવારની વાત કરીએ તો Bspના રેખાભાઈ હરસિંગ ચૌધરી 2000 રૂપિયા, કોંગ્રેસના નિલેશ વસાઈકર 12,841 રૂપિયા અને અન્ય એક અપક્ષ ઉમેદવાર 13841 રૂપિયાની મિલકત ધરાવે છે. ગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવાર જો ગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવારની વાત કરીએ તો ભાજપના પૂનમ માડમ પર 53 કરોડ રૂપિયાનું દેવું છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર રૂપિયા 9 કરોડનું દેવું હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરાયો છે. આ સિવાય કોંગ્રેસના જેની ઠુંમર ઉપર રૂપિયા 3 કરોડનું દેવું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો જાણો કોણ ક્યાં ચૈતર વસાવા સામે 13 કેસ, અનંત પટેલ સામે 4 કેસ, હીરાભાઈ જોટવા સામે 2 કેસ, દિલીપ વસાવા સામે 1 કેસ, રાજેશ ચુડાસમા પર 1 કેસ, ગેનીબેન ઠાકોર 1 કેસ, હિંમતસિંહ પટેલ 2 કેસ, ચંદનજી ઠાકોર સામે 1 કેસ, સુખરામ રાઠવા સામે 1 કેસ, જશુભાઈ રાઠવા 1 કેસ છે. 

Lok Sabha Election 2024: જાણો ત્રીજા તબક્કાના ઉમેદવારોને, ADR રિપોર્ટમાં થયો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા
  • ગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવાર પૂનમ માડમ
  • દેશના સૌથી ધનિક ઉમેદવાર બીજેપીના પલ્લવી ડેમ્પો

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા તબક્કામાં ઉમેદવારોનું વિશ્લેષણ સામે આવ્યું છે. જેને લઈને ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ સાથે જ આપણે એ પણ જાણવું રહ્યું કે ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો સાથે જ ભાજપની વાત કરીએ તો 82 ઉમેદવાર માંથી 22 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કોગ્રેસના 68 પૈકી 60 ઉમેદવારો કરોડપતિ છે તો બીજેપીના 82 પૈકી 77 ઉમેદવાર કરોડપતિ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.

જાણો દેશના 10 ધનિક ઉમેદવારોને

દેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 બીજેપીના, 2 કોંગ્રેસના, 1 SP, 1 NCP અને અપક્ષ ઉમેદવારનો સમાવેશ થયો છે. દેશમાં સૌથી અમીર ઉમેદવારની વાત કરીએ તો તેમાં ગોવા બીજેપીના પલ્લવી ડેમ્પોનું નામ આવે છે. તેમની કુલ મિલકત રૂપિયા 1361 કરોડની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાજપના 26 પૈકી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ

ગુજરાતની વાત કરીએ તો ભાજપના 26 પૈકી 4 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે કોંગ્રેસના 23 માંથી 6 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં બીજેપીના 2 ઉમેદવાર સામેલ

ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતા ઉમેદવારોમાં ભાજપના 2 નામ સામેલ થયા છે. રિપોર્ટ અનુસાર પૂનમ માંડમ રૂ. 147 કરોડની મિલકત ધરાવે છે તો સીઆર પાટિલ રૂપિયા 39 કરોડની મિલકત ધરાવે છે.

સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર

જો લોકસભા ચૂંટણીના સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા 3 ઉમેદવારની વાત કરીએ તો Bspના રેખાભાઈ હરસિંગ ચૌધરી 2000 રૂપિયા, કોંગ્રેસના નિલેશ વસાઈકર 12,841 રૂપિયા અને અન્ય એક અપક્ષ ઉમેદવાર 13841 રૂપિયાની મિલકત ધરાવે છે.

ગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવાર

જો ગુજરાતના સૌથી વધારે દેવાદાર ઉમેદવારની વાત કરીએ તો ભાજપના પૂનમ માડમ પર 53 કરોડ રૂપિયાનું દેવું છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર રૂપિયા 9 કરોડનું દેવું હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરાયો છે. આ સિવાય કોંગ્રેસના જેની ઠુંમર ઉપર રૂપિયા 3 કરોડનું દેવું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો જાણો કોણ ક્યાં

ચૈતર વસાવા સામે 13 કેસ, અનંત પટેલ સામે 4 કેસ, હીરાભાઈ જોટવા સામે 2 કેસ, દિલીપ વસાવા સામે 1 કેસ, રાજેશ ચુડાસમા પર 1 કેસ, ગેનીબેન ઠાકોર 1 કેસ, હિંમતસિંહ પટેલ 2 કેસ, ચંદનજી ઠાકોર સામે 1 કેસ, સુખરામ રાઠવા સામે 1 કેસ, જશુભાઈ રાઠવા 1 કેસ છે.