Vadodra :સરકારી વીજ કંપનીઓના FPPPAના બેઝ ચાર્જ 8પૈસા ઘટાડી રૂ.2.77પ્રતિ યુનિટ

ટોરેન્ટ પાવરનો એફપીપીપી એ ચાર્જ 11 પૈસા ઘટાડી પ્રતિ યુનિટ રૂ.3.39ટોરન્ટ પાવર સુરતનો ચાર્જ 62 પૈસા ઘટાડી પ્રતિ યુનિટ રૂ.2.85 કરાયો સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિ.ના વીજ ગ્રાહકો માટે કોઇ જ ફેરફાર નહિ  અમૂલે દૂધના ભાવમાં અને નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ ફીમાં વધારો જાહેર કર્યો છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની ચાર વીજ વિતરણ કંપનીઓ અને ટોરેન્ટ પાવર કંપનીના ગ્રાહકો માટે આનંદના સમાચાર છેકે, આ કંપનીના વીજ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. આમ રાજ્યના વીજ ગ્રાહકો માટે વીજ દરમાં કોઇ જ ફેરફાર વર્ષ 2024-25માં નહિ થાય. ગુજરાત વિદ્યુત નિયંત્ર આયોગે જાહેર કર્યું છેકે, સરકારી અને ખાનગી વીજ કંપની દ્વારા બહુવર્ષિય પ્રશુલ્ક (વિનિયમો -2016) અનુસંધાને નાણાંકીય વર્ષ 2022 -23નું ટ્રુ- અપ અને નાણાંકીય વર્ષ 2024-25ના પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પરના તમામ આદેશોને અંતિમ સ્વરૂપ આપીને પ્રશુલ્ક નિર્ધારિત કરેલ છે. જે 1લી જૂનથી વીજ વપરાશ પર અમલમાં આવશે. સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિ.(અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તાર) ના વીજ ગ્રાહકો માટે વીજ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાત્રીના કલાકો દરમિયાન (વીજ ઉપયોગ માટેના કન્શેશન દર બંધ કરવામાં આવ્યા છે. સરકારી વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે નાના પાયાથી પશુપાલનની પ્રવૃત્તિઓ માટે આરજીપી ટેરિફ લાગુ કરવા માટે જોડાયેલા વીજ ભારની 10 કિલો.વોટની ટોચ ર્મયાદા ઉમેરવામાં આવી છે. વીજ વિતરણ ઘટ કઇ કંપનીની કેટલી રહી? વર્ષ 2022-23માં યુજીવીસીએલની વાસ્તવિક વીજ વિતરણ ઘટ 7.60 ટકા, પીજીવીસીએલની 17.43ટકા, ડીજીવીસીએલની 1.60 ટકા, એમજીવીસીએલની 8.37 ટકા , ટીપીએલ -અમદાવાદ -ગાંધીનગર 3.74 ટકા અને ટીપીએલ - સુરતની 3.17 ટકા રહી હતી. વર્ષ 2024-25માં યુજીવીસીએલને 7 ટકા, પીજીવીસીએલને 15 ટકા, ડીજીવીસીએલને1.60 ટકા,એમજીવીસીએલને 8.37 ટકા, ટીપીએલ - અમદાવાદ- ગાંધીનગરને 3.74 ટકા અને ટીપીએલ - સુરતને 3.17 ટકા લક્ષ્યાંક વીજ વિતરણ ઘટનો આપવામાં આવ્યો છે. જર્કના મહત્ત્વના આદેશો જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂા.4113.16 પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસમાં વધારો કરીને નાણાંકીય વર્ષ 2024-25 માટે પ્રતિ મેગાવોટ પ્રતિદિવસ રૂા.4130.32 નક્કી કરવામાં આવ્યા છે. ટૂંકા ગાળા માટે પ્રવહન (ટ્રાન્સમિશન ) દર વર્ષ 2024-25માટે પ્રતિ યુનિટ 39.09 પૈસા મુંજર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ઓપન એક્સેસ ગ્રાહકો ગ્રાહકો માટે એચટી નેટવર્ક વિતરણ ઘટ 9.50 ટકાથી ઘટાડીને 8.50 કરવામાં આવી છે.

Vadodra :સરકારી વીજ કંપનીઓના FPPPAના બેઝ ચાર્જ 8પૈસા ઘટાડી રૂ.2.77પ્રતિ યુનિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટોરેન્ટ પાવરનો એફપીપીપી એ ચાર્જ 11 પૈસા ઘટાડી પ્રતિ યુનિટ રૂ.3.39
  • ટોરન્ટ પાવર સુરતનો ચાર્જ 62 પૈસા ઘટાડી પ્રતિ યુનિટ રૂ.2.85 કરાયો
  • સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિ.ના વીજ ગ્રાહકો માટે કોઇ જ ફેરફાર નહિ

 અમૂલે દૂધના ભાવમાં અને નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ ફીમાં વધારો જાહેર કર્યો છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની ચાર વીજ વિતરણ કંપનીઓ અને ટોરેન્ટ પાવર કંપનીના ગ્રાહકો માટે આનંદના સમાચાર છેકે, આ કંપનીના વીજ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. આમ રાજ્યના વીજ ગ્રાહકો માટે વીજ દરમાં કોઇ જ ફેરફાર વર્ષ 2024-25માં નહિ થાય.

ગુજરાત વિદ્યુત નિયંત્ર આયોગે જાહેર કર્યું છેકે, સરકારી અને ખાનગી વીજ કંપની દ્વારા બહુવર્ષિય પ્રશુલ્ક (વિનિયમો -2016) અનુસંધાને નાણાંકીય વર્ષ 2022 -23નું ટ્રુ- અપ અને નાણાંકીય વર્ષ 2024-25ના પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પરના તમામ આદેશોને અંતિમ સ્વરૂપ આપીને પ્રશુલ્ક નિર્ધારિત કરેલ છે. જે 1લી જૂનથી વીજ વપરાશ પર અમલમાં આવશે. સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિ.(અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તાર) ના વીજ ગ્રાહકો માટે વીજ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાત્રીના કલાકો દરમિયાન (વીજ ઉપયોગ માટેના કન્શેશન દર બંધ કરવામાં આવ્યા છે. સરકારી વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે નાના પાયાથી પશુપાલનની પ્રવૃત્તિઓ માટે આરજીપી ટેરિફ લાગુ કરવા માટે જોડાયેલા વીજ ભારની 10 કિલો.વોટની ટોચ ર્મયાદા ઉમેરવામાં આવી છે.

વીજ વિતરણ ઘટ કઇ કંપનીની કેટલી રહી?

વર્ષ 2022-23માં યુજીવીસીએલની વાસ્તવિક વીજ વિતરણ ઘટ 7.60 ટકા, પીજીવીસીએલની 17.43ટકા, ડીજીવીસીએલની 1.60 ટકા, એમજીવીસીએલની 8.37 ટકા , ટીપીએલ -અમદાવાદ -ગાંધીનગર 3.74 ટકા અને ટીપીએલ - સુરતની 3.17 ટકા રહી હતી. વર્ષ 2024-25માં યુજીવીસીએલને 7 ટકા, પીજીવીસીએલને 15 ટકા, ડીજીવીસીએલને1.60 ટકા,એમજીવીસીએલને 8.37 ટકા, ટીપીએલ - અમદાવાદ- ગાંધીનગરને 3.74 ટકા અને ટીપીએલ - સુરતને 3.17 ટકા લક્ષ્યાંક વીજ વિતરણ ઘટનો આપવામાં આવ્યો છે.

જર્કના મહત્ત્વના આદેશો

જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂા.4113.16 પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસમાં વધારો કરીને નાણાંકીય વર્ષ 2024-25 માટે પ્રતિ મેગાવોટ પ્રતિદિવસ રૂા.4130.32 નક્કી કરવામાં આવ્યા છે. ટૂંકા ગાળા માટે પ્રવહન (ટ્રાન્સમિશન ) દર વર્ષ 2024-25માટે પ્રતિ યુનિટ 39.09 પૈસા મુંજર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ઓપન એક્સેસ ગ્રાહકો ગ્રાહકો માટે એચટી નેટવર્ક વિતરણ ઘટ 9.50 ટકાથી ઘટાડીને 8.50 કરવામાં આવી છે.