Limbdi: હાઇવે પર ડુંગળી ભરેલી ટ્રકમાં આગ ભભૂકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે કટારિયા ટોલ પ્લાઝા પાસે ગુરુવારે સવારે એક ટ્રકમા અચાનક આગ લાગતા રોડ પર અફરતફરી મચી જવા પામી હતી. બનાવ અંગેની પાણશીણા પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવા થી ડુંગળીનો જથ્થો ભરી રાજકોટ તરફ્ જવા નીકળેલા ટ્રકમાં પાછળના ટાયરના જોટાંમાં કોઈ અગમ્ય કારણસર એકાએક આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી ટ્રક ઉભો કરી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી. હાઈવે પર ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં લીંબડી ફાયરબ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે સ્થળ પર ધસી જઈને સળગતી ટ્રક પરનો પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
What's Your Reaction?






