Surat News: રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન, તડકે તપીને મુસાફરો વતન પહોંચ્યા પછી મંડપ બાંધ્યો

Oct 22, 2025 - 23:30
Surat News: રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન, તડકે તપીને મુસાફરો વતન પહોંચ્યા પછી મંડપ બાંધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. દિવાળીના તહેવારોની ઉજવણી કરવા જ્યારે હજારો લોકો સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા ત્યારે રેલવે તંત્રએ તેમના માટે કોઇ સુવિધા કરી ન હતી પણ હવે રેલવે વિભાગે મુસાફરો વતન પહોંચ્યા બાદ મંડપ બાંધ્યો છે. સુરતમાં હજારો પરપ્રાંતિયો વસે છે અને દિવાળી અને છઠ પૂજા માટે આ વર્ષે હજારો લોકો પોતાના વતન ગયા છે.વતનમાં જવા માટે સુરત રેલવે સ્ટેશન પર રોજ હજારો મુસાફરોની ભીડ જોવા મળતી હતી.ટિકીટ માટે તથા રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે રેલવે સ્ટેશન પર રોજ 3-3 કિમી સુધી લાઇનો લાગતી હતી અને મુસાફરો 18થી 24 કલાક સુધી તડકામાં ઉભા રહેતા હતા. તે વખતે સુરતનો રેલવે વિભાગ ઉંઘતો હતો.

રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન

હવે દિવાળીના તહેવારો લગભગ પૂર્ણ થઇ રહ્યા છે અને વતનમાં જવા માટે સ્ટેશન પર કોઇ મુસાફર ન હોવા છતાં તંત્રએ મંડપ બાંધ્યો છે. ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરો 18 થી 24 કલાક રાત દિવસ લાઇનમાં ઊભા હતા અને ભર તડકામાં મુસાફરો લાઈનમાં ઊભા જોવા મળતા હતા. દોઢ કિલોમીટર સુધીની લાઈનમાં મુસાફરોને ભર તડકે ઉભો રહેવાનો વારો આવ્યો હતો.ઉધના રેલવે સ્ટેશન પર દિવાળીના પર્વની શરુઆત પહેલાં એક દિવસમાં ૨૦ થી ૨૫ હજાર મુસાફરો પોતાના વતન રવાના થઇ રહ્યા હતા.એક અઠવાડિયા સુધી મુસાફરો રાત દિવસ લાઇનમાં ઊભા હતા અને રેલવે તંત્ર દ્વારા ત્યારે ના તો મંડપ લગાવવામાં આવ્યો હતો ના કોઈ લાઈટ લગાવામાં આવી હતી.હવે મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ અને લાઈટના ફોકસ લગાવવામાં આવ્યા છે.હવે તો દિવસે પણ લાઈટો ચાલુ જોવા મળી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0