Limbdi: માતાજીના માંડવામાં જવા નીકળેલા બે યુવાનોની લાશ ભોગાવા નદીમાંથી મળી

ઉદલ પાસે નદીમાં ડુબી જતાં બોરાણાના બે યુવાનનાં મોતપોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી સોમવારે બપોરના સમયે બે વ્યક્તિઓની લાશ તરતી મળી આવી લીંબડી તાલુકાના બોરાણા ગામના બે યુવાનો માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતા. ત્યારે ઉધલ ભોગાવા નદીમાંથી ડુબી ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશોને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. લીંબડી તાલુકામાંથી પસાર થતી ભોગાવા નદીમાં ઉધલ ગામ પાસે સોમવારે બપોરના સમયે બે વ્યક્તિઓની લાશ તરતી મળી આવી હતી. બનાવની જાણ થતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. અને લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પીટલ લઈ જવાઈ હતી. મૃતકો કોણ છે અને તેઓનું કયા કારણોસર મોત થયુ? તે અંગેની તપાસ લીંબડી પોલીસે હાથ ધરી હતી. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક બન્ને યુવાનો લીંબડી તાલુકાના બોરાણા ગામના રાજેશ ધીરૂભાઈ ઉઘરેજીયા અને વિક્રમ ગફુરભાઈ ઉઘરજીયા હોવાનું સામે આવ્યુ હતુ. આ બન્ને યુવાનો ઉઘલ નદીકાંઠે આવેલ ઘુઘરિયાળી માતાજીના માંડવામાં ગયા હતા. અને માંડવો વધાવી લીધા બાદ ઘરે ન પહોંચતા તપાસ કરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. લીંબડીના ઉઘલ નદીના ભોગાવામાંથી મોટાપાયે રેતી ચોરી થાય છે. ત્યારે રેતી ચોરી કર્યા બાદ પડેલા મસમોટા ખાડામાં ભરાયેલા પાણીમાં ડુબી જવાથી બન્નેના મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

Limbdi: માતાજીના માંડવામાં જવા નીકળેલા બે યુવાનોની લાશ ભોગાવા નદીમાંથી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉદલ પાસે નદીમાં ડુબી જતાં બોરાણાના બે યુવાનનાં મોત
  • પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી
  • સોમવારે બપોરના સમયે બે વ્યક્તિઓની લાશ તરતી મળી આવી

લીંબડી તાલુકાના બોરાણા ગામના બે યુવાનો માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતા. ત્યારે ઉધલ ભોગાવા નદીમાંથી ડુબી ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશોને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડી તાલુકામાંથી પસાર થતી ભોગાવા નદીમાં ઉધલ ગામ પાસે સોમવારે બપોરના સમયે બે વ્યક્તિઓની લાશ તરતી મળી આવી હતી. બનાવની જાણ થતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. અને લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પીટલ લઈ જવાઈ હતી. મૃતકો કોણ છે અને તેઓનું કયા કારણોસર મોત થયુ? તે અંગેની તપાસ લીંબડી પોલીસે હાથ ધરી હતી. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક બન્ને યુવાનો લીંબડી તાલુકાના બોરાણા ગામના રાજેશ ધીરૂભાઈ ઉઘરેજીયા અને વિક્રમ ગફુરભાઈ ઉઘરજીયા હોવાનું સામે આવ્યુ હતુ. આ બન્ને યુવાનો ઉઘલ નદીકાંઠે આવેલ ઘુઘરિયાળી માતાજીના માંડવામાં ગયા હતા. અને માંડવો વધાવી લીધા બાદ ઘરે ન પહોંચતા તપાસ કરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. લીંબડીના ઉઘલ નદીના ભોગાવામાંથી મોટાપાયે રેતી ચોરી થાય છે. ત્યારે રેતી ચોરી કર્યા બાદ પડેલા મસમોટા ખાડામાં ભરાયેલા પાણીમાં ડુબી જવાથી બન્નેના મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.