Surendranagar: માર્ગ અકસ્માતના ત્રણ જુદા જુદા બનાવમાં બે વ્યક્તિનાં મોત, 4ને ઈજા
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર કટુડા પાસે માંડવીથી ભાવનગર જતી એસ.ટી. બસ લાકડા ભરેલા મીની ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં મીની ટ્રકના ડ્રાઈવરનું મોત થયુ હતુ. જયારે બસમાં સવાર 4 મુસાફરોને ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા.બીજી તરફ તા. 20મીએ ખોડુ પાસે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન વેળાવદરના યુવાનનું મોત થયુ છે. કચ્છના માંડવીથી ભાવનગર તરફ જતી એસ.ટી. બસ ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ આવતી હતી. ત્યારે વઢવાણ તાલુકાના કટુડા પાસે સામેથી આવેલા લાકડા ભરેલ મીનીટ્રકના ચાલકે રોંગ સાઈડમાં ચલાવી એસ.ટી. બસ અકસ્માત સર્જયો હતો. જેમાં 108 દ્વારા ઈજાગ્રસ્તો કનકસીંહ મંગળસીંહ જાડેજા, જયંતીભાઈ નરશીભાઈ મોરી, પુજાબા સંપતસીહ જાડેજા અને ગાયત્રીબા સંપતસીંહ જાડેજાને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે આ બનાવમાં મીની ટ્રકના ચાલક લીંબડી તાલુકાના ઘાઘરેટીયાના બીપીનભાઈ અમૃતભાઈ પરમારનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર બી.એલ.પરમાર, શૈલેષભાઈ કૈલા સહિતનાઓએ દોડી જઈ ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. અને એસ.ટી.બસના ડ્રાઈવર ભાવનગરના રણજીતસીંહ ગોહિલના નીવેદનને આધારે ફરિયાદ નોંધી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે વઢવાણના વેળાવદર ગામના પ્રકાશભાઈ મહેન્દ્રભાઈ પરમાર અમદાવાદના નરોડા વિસ્તારમાં એચપીના પેટ્રોલપંપે નોકરી કરે છે. ગત તા. 20મી ઓગસ્ટે તેઓ રાત્રે અમદાવાદથી બાઈક લઈને વેળાવદર આવવા નીકળ્યા હતા. ત્યારે ખોડુ પાસે કોઈ અજાણ્યા વાહને તેઓને ઠોકર મારી હતી. જેમાં તેઓને માથામાં ઈજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જયાં તા. 24મી ઓગસ્ટના રોજ પ્રકાશભાઈનું મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ રાજેન્દ્રભાઈ પરમારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. આ બનાવમાં મૃતકનું બ્રેઈન ડેડથી મોત થતા પરિવારે બન્ને કીડની, હૃદય, લીવર અને ર પેશીઓનું દાન કરી અન્યને નવજીવન બક્ષ્યુ છે. બીજી તરફ લીંબડીના સૌકા રોડ પર આવેલ શિવશકિત સોસાયટીમાં રહેતા સંકેત મનુભાઈ રાઠોડ વણાટ કામ કરે છે. ગત તા. 9મી સપ્ટેમ્બરના રોજ તેઓ કાર લઈને પરીવાર સાથે વઢવાણ સાસરે આવ્યા હતા. જયાંથી બપોરના સમયે સી.યુ.શાહ મેડીકલ કોલેજ પાસે સબંધીના ઘરે જતા હતા. ત્યારે બહુચર હોટલ પાસે પાછળથી એક આઈશર ટ્રકે સાઈડ કાપવા જતા કારના જમણી બાજુના બન્ને દરવાજા સાથે આયશર અથડાવ્યુ હતુ. અને કારમાં રૂપિયા 60 હજારનું નુકશાન પહોંચાડયુ હતુ. બનાવની શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.એમ.ડેર ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર કટુડા પાસે માંડવીથી ભાવનગર જતી એસ.ટી. બસ લાકડા ભરેલા મીની ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં મીની ટ્રકના ડ્રાઈવરનું મોત થયુ હતુ. જયારે બસમાં સવાર 4 મુસાફરોને ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા.
બીજી તરફ તા. 20મીએ ખોડુ પાસે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન વેળાવદરના યુવાનનું મોત થયુ છે. કચ્છના માંડવીથી ભાવનગર તરફ જતી એસ.ટી. બસ ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ આવતી હતી. ત્યારે વઢવાણ તાલુકાના કટુડા પાસે સામેથી આવેલા લાકડા ભરેલ મીનીટ્રકના ચાલકે રોંગ સાઈડમાં ચલાવી એસ.ટી. બસ અકસ્માત સર્જયો હતો. જેમાં 108 દ્વારા ઈજાગ્રસ્તો કનકસીંહ મંગળસીંહ જાડેજા, જયંતીભાઈ નરશીભાઈ મોરી, પુજાબા સંપતસીહ જાડેજા અને ગાયત્રીબા સંપતસીંહ જાડેજાને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા.
જયારે આ બનાવમાં મીની ટ્રકના ચાલક લીંબડી તાલુકાના ઘાઘરેટીયાના બીપીનભાઈ અમૃતભાઈ પરમારનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર બી.એલ.પરમાર, શૈલેષભાઈ કૈલા સહિતનાઓએ દોડી જઈ ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. અને એસ.ટી.બસના ડ્રાઈવર ભાવનગરના રણજીતસીંહ ગોહિલના નીવેદનને આધારે ફરિયાદ નોંધી હતી.
બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે વઢવાણના વેળાવદર ગામના પ્રકાશભાઈ મહેન્દ્રભાઈ પરમાર અમદાવાદના નરોડા વિસ્તારમાં એચપીના પેટ્રોલપંપે નોકરી કરે છે. ગત તા. 20મી ઓગસ્ટે તેઓ રાત્રે અમદાવાદથી બાઈક લઈને વેળાવદર આવવા નીકળ્યા હતા. ત્યારે ખોડુ પાસે કોઈ અજાણ્યા વાહને તેઓને ઠોકર મારી હતી. જેમાં તેઓને માથામાં ઈજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જયાં તા. 24મી ઓગસ્ટના રોજ પ્રકાશભાઈનું મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ રાજેન્દ્રભાઈ પરમારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. આ બનાવમાં મૃતકનું બ્રેઈન ડેડથી મોત થતા પરિવારે બન્ને કીડની, હૃદય, લીવર અને ર પેશીઓનું દાન કરી અન્યને નવજીવન બક્ષ્યુ છે.
બીજી તરફ લીંબડીના સૌકા રોડ પર આવેલ શિવશકિત સોસાયટીમાં રહેતા સંકેત મનુભાઈ રાઠોડ વણાટ કામ કરે છે. ગત તા. 9મી સપ્ટેમ્બરના રોજ તેઓ કાર લઈને પરીવાર સાથે વઢવાણ સાસરે આવ્યા હતા. જયાંથી બપોરના સમયે સી.યુ.શાહ મેડીકલ કોલેજ પાસે સબંધીના ઘરે જતા હતા. ત્યારે બહુચર હોટલ પાસે પાછળથી એક આઈશર ટ્રકે સાઈડ કાપવા જતા કારના જમણી બાજુના બન્ને દરવાજા સાથે આયશર અથડાવ્યુ હતુ. અને કારમાં રૂપિયા 60 હજારનું નુકશાન પહોંચાડયુ હતુ. બનાવની શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.એમ.ડેર ચલાવી રહ્યા છે.