વિદ્યાનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, બાઈકોમાં તોડફોડ
- હરિઓમનગરમાં આવવા બાબતે ઝઘડામાં મામલો બિચક્યો- મારામારીમાં 6 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બેકાબૂ ટોળાને વિખેર્યું : બંને પક્ષોની કુલ 7શખ્સો સામે ફરિયાદઆણંદ : વિદ્યાનગરના હરિઓમનગર વિસ્તારમાં અવરજવર માટે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને પક્ષોએ સામસામે લાકડી, પાઈપ વડે હુમલો કર્યો હતો. ધીંગાણામાં બે મોટરસાયકલની પણ તોડફોડ કરાઈ હતી. હુમલા અને પથ્થરમારામાં છ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જોકે, વિદ્યાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટોળાને વિખેરી મામલો થાળે પાડયો હતો. આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાનગરના હરિઓમનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ નવીનભાઈ ઠાકોર શુક્રવારે રાત્રે ઘરે જમી રહ્યા હતા. ત્યારે બહારથી અવાજ આવતા તે ત્યાં ગયા હતા. જ્યાં તેમના મિત્ર ધવલ ઉર્ફે બોબો માછી સાથે ઘનશ્યામ વિઠ્ઠલભાઈ ભરવાડ ઝઘડો કરતો હતો. ઘનશ્યામ અવાર-નવાર તેમના વિસ્તારમાં રહેતી મહિલાને ત્યાં આવતો હોવાથી આ બાબતે પુછતા તેણે ઝઘડો કર્યો હોવાનંન ધવલે જણાવ્યું હતું. દરમિયાન જગમલભાઈ ઉર્ફે જોરુભાઈ આલાભાઈ ભરવાડ, ગોપાલ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનિલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ અને અજય હરિભાઈ ભરવાડ લાકડીઓ અને પાઈપ સાથે આવ્યા હતા અને ધવલને માર માર્યો હતો. બાદમાં વાહનોની તોડફોડ કરી ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી. દરમિયાન પોલીસ આવી જતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે જોરૂભાઈ આલાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે તે ઘરે હાજર હતા ત્યારે ઘરની બહાર ઝઘડો થતો હતો. જેથી ત્યાં જોવા જતાં ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ તથા તેમના પુત્રો ગોપાલભાઈ, સુનિલભાઈ અને અજય હરિભાઈ ભરવાડ સાથે સમાજના અન્ય માણસો પણ હાજર હતા. ત્યારે હરિઓમનગરમાં રહેતો ધવલ ઉર્ફે બોબો માછીએ બોલાચાલી કરી હતી. જેથી શું થયું તેમ પુછતાં ઘનશ્યામભાઈએ ધવલે હરિઓમનગરમાં અવાર-નવાર કેમ આવો છો તેમ કહી ઝઘડો કર્યો છે. તેથી મે મારા દીકરાઓ તથા અજય હરિભાઈ ભરવાડને બોલાવ્યા છે તેમ કહ્યું હતું. દરમિયાન ધવલ હાથમાં લાકડી લઈને ઉભો હતો અને અપશબ્દો બોલતો હતો. સાથે સાથે અન્ય મિત્રોને ઝઘડો કરવા બોલાવ્યા હતા. જેથી કિશન ચીમનભાઈ ઠાકોર સહિત અન્ય પાંચ જેટલા યુવકો હાથમાં લાકડીઓ તથા લોખંડની પાઈપ લઈ આવી પહોંચ્યા હતા અને કિશને જોરુભાઈને લોખંડની પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ધવલે લાકડી વડે માર માર્યો હતો. તેની સાથેના અન્ય યુવકોએ એકદમ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેથી ઘનશ્યામભાઈ તથા ગોપાલ, સુનિલ તથા અજય ભરવાડને આ પથ્થરમારામાં ઈજાઓ પહોંચી હતી. દરમિયાન પોલીસની ગાડી આવી ચઢતાં કિશન ઠાકોર સહિતના શખ્સો આજે તો બચી ગયા છો પણ ફરી તમને છોડવાના નથી તેવી ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે કિશન ચીમનભાઈ ઠાકોર અને ધવલ ઉર્ફે બોબો માછી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હરિઓમનગરમાં આવવા બાબતે ઝઘડામાં મામલો બિચક્યો
- મારામારીમાં 6 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બેકાબૂ ટોળાને વિખેર્યું : બંને પક્ષોની કુલ 7શખ્સો સામે ફરિયાદ
વિદ્યાનગરના હરિઓમનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ નવીનભાઈ ઠાકોર શુક્રવારે રાત્રે ઘરે જમી રહ્યા હતા. ત્યારે બહારથી અવાજ આવતા તે ત્યાં ગયા હતા. જ્યાં તેમના મિત્ર ધવલ ઉર્ફે બોબો માછી સાથે ઘનશ્યામ વિઠ્ઠલભાઈ ભરવાડ ઝઘડો કરતો હતો. ઘનશ્યામ અવાર-નવાર તેમના વિસ્તારમાં રહેતી મહિલાને ત્યાં આવતો હોવાથી આ બાબતે પુછતા તેણે ઝઘડો કર્યો હોવાનંન ધવલે જણાવ્યું હતું.
દરમિયાન જગમલભાઈ ઉર્ફે જોરુભાઈ આલાભાઈ ભરવાડ, ગોપાલ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનિલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ અને અજય હરિભાઈ ભરવાડ લાકડીઓ અને પાઈપ સાથે આવ્યા હતા અને ધવલને માર માર્યો હતો. બાદમાં વાહનોની તોડફોડ કરી ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી હતી.
દરમિયાન પોલીસ આવી જતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામાપક્ષે જોરૂભાઈ આલાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે તે ઘરે હાજર હતા ત્યારે ઘરની બહાર ઝઘડો થતો હતો. જેથી ત્યાં જોવા જતાં ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ તથા તેમના પુત્રો ગોપાલભાઈ, સુનિલભાઈ અને અજય હરિભાઈ ભરવાડ સાથે સમાજના અન્ય માણસો પણ હાજર હતા.
ત્યારે હરિઓમનગરમાં રહેતો ધવલ ઉર્ફે બોબો માછીએ બોલાચાલી કરી હતી. જેથી શું થયું તેમ પુછતાં ઘનશ્યામભાઈએ ધવલે હરિઓમનગરમાં અવાર-નવાર કેમ આવો છો તેમ કહી ઝઘડો કર્યો છે. તેથી મે મારા દીકરાઓ તથા અજય હરિભાઈ ભરવાડને બોલાવ્યા છે તેમ કહ્યું હતું. દરમિયાન ધવલ હાથમાં લાકડી લઈને ઉભો હતો અને અપશબ્દો બોલતો હતો. સાથે સાથે અન્ય મિત્રોને ઝઘડો કરવા બોલાવ્યા હતા.
જેથી કિશન ચીમનભાઈ ઠાકોર સહિત અન્ય પાંચ જેટલા યુવકો હાથમાં લાકડીઓ તથા લોખંડની પાઈપ લઈ આવી પહોંચ્યા હતા અને કિશને જોરુભાઈને લોખંડની પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ધવલે લાકડી વડે માર માર્યો હતો. તેની સાથેના અન્ય યુવકોએ એકદમ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.
જેથી ઘનશ્યામભાઈ તથા ગોપાલ, સુનિલ તથા અજય ભરવાડને આ પથ્થરમારામાં ઈજાઓ પહોંચી હતી. દરમિયાન પોલીસની ગાડી આવી ચઢતાં કિશન ઠાકોર સહિતના શખ્સો આજે તો બચી ગયા છો પણ ફરી તમને છોડવાના નથી તેવી ધમકી આપી નાસી ગયા હતા.
આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે કિશન ચીમનભાઈ ઠાકોર અને ધવલ ઉર્ફે બોબો માછી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.