સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બે વર્ષમાં જ જર્જરિત
- ઓગસ્ટ- 2022 માં ફાળવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે અનેક સવાલો- ડ્રેનેજના પાઈપમાંથી લીકેજ, દિવાલોમાં ભેજના કારણે રહિશોને ભારે હાલાકી, પ્રમુખ અને રહેવાસીઓએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરીભાવનગર : શહેરના સુભાષનગર હમીરજીપાર્કની બાજુમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના બે વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ છે. આવાસ યોજનામાં આવેલા મોટા ભાગના મકાનોમાં ભેજ, પોપડા ખરવા, સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ તથા પાણીને લગત પ્રશ્નો અને ડ્રેનેજ લીકેજના કારણે અહીંના રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. માત્ર બે જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનની સ્થિતિ આવી થઈ જતા તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યાં છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ લોકોએ મહામહેનતે અને મોટી આશા સાથે ઘર બનાવ્યું હોય છે પરંતુ બે વર્ષમાં જ આવી સ્થિતિ થઈ જતાં આવાસ યોજનાના પ્રમુખ તથા રહીશો દ્વારા કમિશ્નરને રજૂઆત કરી પોતાની સાત માંગણીઓ મુકી છે.શહેરના સુભાષનગર વિસ્તારના હમીરજીપાર્કની બાજુમાં આવેલી ૨૫૪૮ પ્રધાનમંત્રી આવાસ યોજના બે વર્ષ પૂર્વે ગત ઓગસ્ટ-૨૦૨૨માં ફાળવવામાં આવી હતી. નાગરિકોએ મહામહેનતે અને મોટી આશા સાથે પોતાનું ઘર બનાવ્યું હોય છે પરંત માત્ર બે વર્ષના સમયગાળામાં જ આવાસ યોજનાના મકાનોની આવી દશાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રહીશોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, આવાસ યોજનાના મોટાભાગના મકાનોમાં ભેજ છવાયો છે અને તેના કારણે મકાનની દિવાલોમાંથી પોપડા ખરી રહ્યાં છે. ઉપરાંત ડ્રેનેજ પાઈપમાં તથા શૌચાલય-બાથરૂમમાંથી લીકેજના કારણે ગંદકી ફેલાઈ રહી હોવાથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. અહીં લગાવવામાં આવેલા સ્વિચ બોર્ડ તુટેલી હાલતમાં હોવાથી શોર્કસર્કિટના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની પુરી શક્યતા છે ત્યારે ઉકેલ આવવો જરૂરી છે નહીતર જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે તેવો આક્ષેપ પણ રહીશોએ કર્યો છે. મકાનોમાં ભેજના કારણે પોપડા પડી ગયા છે પણ તેના રિપેરિંગની કામગીરી પણ જવાબદાર એજન્સી દ્વારા નહી કરવામાં આવતી હોવાના આક્ષેપો થયાં છે. આ ઉપરાંત આવાસ યોજનાની ફરતે આવેલી દિવાલ જર્જરિત થઈ ગઈ છે તથા બહાર ભરાયેલા વરસાદનું પાણી લીફ્ટ સુધી આવી જાય છે. સુભાષનગરની આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લિફ્ટ, પાણીની મોટરને લગતા અનેક પ્રશ્નોને કારણે રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રહેઠાણ મળે તેવા હેતુથી આવાસ યોજનાના મકાન સરકાર દ્વારા આપવામાં આવે છે અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ પાઈપાઈ ભેગી કરીને પોતાનું સ્વપ્નનું ઘર બનાવે છે પરંતુ આવાસ યોજનામાં જ પ્રાથમિક પ્રશ્નોને લીધે અહીંના રહીશોને ભારે અસુવિધામાં જીવવું પડી રહ્યું છે ત્યારે આ મુદ્દે ૨૫૪૮ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ પારૂલબેન ત્રિવેદી અને આવાસ યોજનાના રહીશો દ્વારા અહીંના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આશરે ૩૨૦ મકાનો છે અને તેમાં ૨૮૦ પરિવારો રહે છે પરંતુ માત્ર બે વર્ષમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની સ્થિતિ આવી થઈ જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યાં છે. અત્રે નોંધનિય છે કે, અહીંના રહીશો દ્વારા બીજી વખત આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ આશરે ત્રણ માસ પૂર્વે રજૂઆત કરાઈ હતી પરંતુ નિરાકરણ નહી આવતા આ બીજી વખત રજૂઆત થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહિશોની માંગ- પાણીના ટાંકામાં નવા સબમર્સિબલ પંપ નાખવા- ડ્રેનેજના પાઈપમાંથી લીકેજનો પ્રશ્ન ઉકેલવો- ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટસર્કિટનો પ્રશ્ન ઉકેલવો- આવાસ યોજનાના ગેટ પર નામકરણના બોર્ડ લગાવવા- ભેજ અને પોપડા પડવાનો પ્રશ્ન ઉકેલવો- સોસાયટીની જર્જરિત દિવાલ રિપેરિંગ કરવા કાર્યવાહી કરવામાં આવે- વારંવાર લીફ્ટ બંધ પડી જાય છે, સર્વિસની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવેરિપોર્ટ મંગાવ્યો છે, ઘટતું કરવામાં આવશે : મ્યુનિ. કમિશનરઆ મદ્દે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સુજીત કુમારે જણાવ્યું હતું કે, આવાસ યોજનાના રહીશોની રજૂઆત મળી છે અને તે માટે આવાસ યોજનાના એક્ઝિક્યૂટિવ એન્જીનિયર પાસે અહેવાલ મંગાવ્યો છે. બે-ત્રણ દિવસોમાં અહેવાલ આવી ગયા બાદ તેના આધારે જે ઘટતુ થશે તે કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઓગસ્ટ- 2022 માં ફાળવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે અનેક સવાલો
- ડ્રેનેજના પાઈપમાંથી લીકેજ, દિવાલોમાં ભેજના કારણે રહિશોને ભારે હાલાકી, પ્રમુખ અને રહેવાસીઓએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી
શહેરના સુભાષનગર વિસ્તારના હમીરજીપાર્કની બાજુમાં આવેલી ૨૫૪૮ પ્રધાનમંત્રી આવાસ યોજના બે વર્ષ પૂર્વે ગત ઓગસ્ટ-૨૦૨૨માં ફાળવવામાં આવી હતી. નાગરિકોએ મહામહેનતે અને મોટી આશા સાથે પોતાનું ઘર બનાવ્યું હોય છે પરંત માત્ર બે વર્ષના સમયગાળામાં જ આવાસ યોજનાના મકાનોની આવી દશાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રહીશોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, આવાસ યોજનાના મોટાભાગના મકાનોમાં ભેજ છવાયો છે અને તેના કારણે મકાનની દિવાલોમાંથી પોપડા ખરી રહ્યાં છે. ઉપરાંત ડ્રેનેજ પાઈપમાં તથા શૌચાલય-બાથરૂમમાંથી લીકેજના કારણે ગંદકી ફેલાઈ રહી હોવાથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. અહીં લગાવવામાં આવેલા સ્વિચ બોર્ડ તુટેલી હાલતમાં હોવાથી શોર્કસર્કિટના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની પુરી શક્યતા છે ત્યારે ઉકેલ આવવો જરૂરી છે નહીતર જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે તેવો આક્ષેપ પણ રહીશોએ કર્યો છે. મકાનોમાં ભેજના કારણે પોપડા પડી ગયા છે પણ તેના રિપેરિંગની કામગીરી પણ જવાબદાર એજન્સી દ્વારા નહી કરવામાં આવતી હોવાના આક્ષેપો થયાં છે. આ ઉપરાંત આવાસ યોજનાની ફરતે આવેલી દિવાલ જર્જરિત થઈ ગઈ છે તથા બહાર ભરાયેલા વરસાદનું પાણી લીફ્ટ સુધી આવી જાય છે. સુભાષનગરની આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લિફ્ટ, પાણીની મોટરને લગતા અનેક પ્રશ્નોને કારણે રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રહેઠાણ મળે તેવા હેતુથી આવાસ યોજનાના મકાન સરકાર દ્વારા આપવામાં આવે છે અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ પાઈપાઈ ભેગી કરીને પોતાનું સ્વપ્નનું ઘર બનાવે છે પરંતુ આવાસ યોજનામાં જ પ્રાથમિક પ્રશ્નોને લીધે અહીંના રહીશોને ભારે અસુવિધામાં જીવવું પડી રહ્યું છે ત્યારે આ મુદ્દે ૨૫૪૮ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ પારૂલબેન ત્રિવેદી અને આવાસ યોજનાના રહીશો દ્વારા અહીંના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આશરે ૩૨૦ મકાનો છે અને તેમાં ૨૮૦ પરિવારો રહે છે પરંતુ માત્ર બે વર્ષમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની સ્થિતિ આવી થઈ જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યાં છે. અત્રે નોંધનિય છે કે, અહીંના રહીશો દ્વારા બીજી વખત આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ આશરે ત્રણ માસ પૂર્વે રજૂઆત કરાઈ હતી પરંતુ નિરાકરણ નહી આવતા આ બીજી વખત રજૂઆત થઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહિશોની માંગ
- પાણીના ટાંકામાં નવા સબમર્સિબલ પંપ નાખવા
- ડ્રેનેજના પાઈપમાંથી લીકેજનો પ્રશ્ન ઉકેલવો
- ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટસર્કિટનો પ્રશ્ન ઉકેલવો
- આવાસ યોજનાના ગેટ પર નામકરણના બોર્ડ લગાવવા
- ભેજ અને પોપડા પડવાનો પ્રશ્ન ઉકેલવો
- સોસાયટીની જર્જરિત દિવાલ રિપેરિંગ કરવા કાર્યવાહી કરવામાં આવે
- વારંવાર લીફ્ટ બંધ પડી જાય છે, સર્વિસની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે
રિપોર્ટ મંગાવ્યો છે, ઘટતું કરવામાં આવશે : મ્યુનિ. કમિશનર
આ મદ્દે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સુજીત કુમારે જણાવ્યું હતું કે, આવાસ યોજનાના રહીશોની રજૂઆત મળી છે અને તે માટે આવાસ યોજનાના એક્ઝિક્યૂટિવ એન્જીનિયર પાસે અહેવાલ મંગાવ્યો છે. બે-ત્રણ દિવસોમાં અહેવાલ આવી ગયા બાદ તેના આધારે જે ઘટતુ થશે તે કરવામાં આવશે.