એસ.ટી.ના કર્મીઓને સ્પેશિયલ પેની ગણતરીમાં ભૂલને કારણે થતું નુકશાન

- છઠ્ઠા પગારપંચના બેઝીંક પગાર પર 230 ટકા મોંઘવારી ભથ્થું જાહેર- રકમના 10 ટકા ગણી એરિયર્સ સહિત ચુકવી આપવા માંગણીભાવનગર : એસ.ટી. નિગમના કેટલાક કર્મચારીઓને સ્પેશિયલ પેની ગણતરીમાં ભૂલ થવાના કારણે આર્થિક નુકશાન થઈ રહ્યું છે. સરકારે છઠ્ઠા પગારપંચના બેઝીંક પગાર પર ૨૩૦ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે, ત્યારે રકમના ૧૦ ટકા ગણી એરિયર્સ સહિત ચુકવી આપવા કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.સ્પેશિયલ એલાઉન્સ/સ્પેશિયલ પે બાબતે લેબર સેટલમેન્ટની કલમ નં.૪ના (બ)માં અમુક કેટેગરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને બેઝીક પગારના ૧૩ ટકા પ્રમાણેની રકમ દર માસે સ્પે. પે તરીકે આપવા જોગવાઈ થયેલ છે. જેમાં સુધારો કરીસામાન્ય સ્થાયી હુકમથી ૧૦ ટકા સ્પે. પે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ સ્પેશિયલ પે (માસિક) છઠ્ઠા પગારપંચના બેઝીકના ૧૦ ટકા સ્ટોર્સ ક્લાર્ક, કેશિયલ અને ફ્યુલક્લાર્કને મળવા પાત્ર થશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત જે કર્મચારીઓને સ્પે. પે મળવાપાત્ર છે, તેમને છઠ્ઠા પગારપંચના બેઝીકના ૧૦ ટકા (ગ્રેડ પે વિના) સાતમાં પગારપંચના બેઝીકમાં ઉમેરી છઠ્ઠલા પગાર પંચના બેઝીકની ૧૯૬ ટકા મોંઘવારી સાતમાં પગાર પંચ મુજબની મોંઘવારીમાં ઉમેરી ચુકવવામાં આવે છે. સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચના બેઝીક બપગાર પર ૨૩૦ ટકા મોંઘવારી જાહેક રાઈ છે. જ્યારે સ્પે. પે મેળવતા જૂજ કર્મચારીઓને સ્પે. પે ૧૦ ટકાની ગણતરીની ભૂલને કારણે નુકશાન થઈ રહ્યું છે. જેથી આવા કર્મચારીઓને સ્પેશિયલ પે છઠ્ઠા પગારપંચના બેઝીક+ગ્રેડ+૨૩૦ ટકા લેખે મોંઘવારી ગણી કુલ થતી રકમના ૧૦ ટકા ગણી  એરિયર્સ સહિત ચુકવી આપવા માંગણી કરવામાં આવી છે.

એસ.ટી.ના કર્મીઓને સ્પેશિયલ પેની ગણતરીમાં ભૂલને કારણે થતું નુકશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- છઠ્ઠા પગારપંચના બેઝીંક પગાર પર 230 ટકા મોંઘવારી ભથ્થું જાહેર

- રકમના 10 ટકા ગણી એરિયર્સ સહિત ચુકવી આપવા માંગણી

ભાવનગર : એસ.ટી. નિગમના કેટલાક કર્મચારીઓને સ્પેશિયલ પેની ગણતરીમાં ભૂલ થવાના કારણે આર્થિક નુકશાન થઈ રહ્યું છે. સરકારે છઠ્ઠા પગારપંચના બેઝીંક પગાર પર ૨૩૦ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે, ત્યારે રકમના ૧૦ ટકા ગણી એરિયર્સ સહિત ચુકવી આપવા કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.

સ્પેશિયલ એલાઉન્સ/સ્પેશિયલ પે બાબતે લેબર સેટલમેન્ટની કલમ નં.૪ના (બ)માં અમુક કેટેગરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને બેઝીક પગારના ૧૩ ટકા પ્રમાણેની રકમ દર માસે સ્પે. પે તરીકે આપવા જોગવાઈ થયેલ છે. જેમાં સુધારો કરીસામાન્ય સ્થાયી હુકમથી ૧૦ ટકા સ્પે. પે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ સ્પેશિયલ પે (માસિક) છઠ્ઠા પગારપંચના બેઝીકના ૧૦ ટકા સ્ટોર્સ ક્લાર્ક, કેશિયલ અને ફ્યુલક્લાર્કને મળવા પાત્ર થશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત જે કર્મચારીઓને સ્પે. પે મળવાપાત્ર છે, તેમને છઠ્ઠા પગારપંચના બેઝીકના ૧૦ ટકા (ગ્રેડ પે વિના) સાતમાં પગારપંચના બેઝીકમાં ઉમેરી છઠ્ઠલા પગાર પંચના બેઝીકની ૧૯૬ ટકા મોંઘવારી સાતમાં પગાર પંચ મુજબની મોંઘવારીમાં ઉમેરી ચુકવવામાં આવે છે. સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચના બેઝીક બપગાર પર ૨૩૦ ટકા મોંઘવારી જાહેક રાઈ છે. જ્યારે સ્પે. પે મેળવતા જૂજ કર્મચારીઓને સ્પે. પે ૧૦ ટકાની ગણતરીની ભૂલને કારણે નુકશાન થઈ રહ્યું છે. જેથી આવા કર્મચારીઓને સ્પેશિયલ પે છઠ્ઠા પગારપંચના બેઝીક+ગ્રેડ+૨૩૦ ટકા લેખે મોંઘવારી ગણી કુલ થતી રકમના ૧૦ ટકા ગણી  એરિયર્સ સહિત ચુકવી આપવા માંગણી કરવામાં આવી છે.