Surendranagar: 3 જગ્યાએ જુગાર અને દારૂના સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

સુરેન્દ્રનગર શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મિયાણાવાડ, દૂધરેજ કેનાલ પાસે, પતરાવાળી ચોક સહિતની ત્રણ જગ્યાએ અલગ-અલગ રેડ કરી ત્રણ જગ્યાએ દારૂ મળી આવ્યો અને એક જગ્યાએ વરલી મટકાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર શહેરના એ- ડિવીઝન વિસ્તારમાં દારૂ અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસની ટીમને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાર જગ્યાએ રેડ કરી હતી.રેડ દરમિયાન મિયાણા વાસમાં સલીમ સુલેમાનના ત્યાંથી બે દારૂના ચપલા કબજે લઈ શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.ધ્રાંગધ્રા રોડ ઉપર દૂધરેજ કેનાલ પાસે રેડ દરમ્યાન 27 બોટલ ઈગ્લિશ દારૂ ઝડપી લીધો હતો.પોલીસે પ્રતાપ લાભુભાઈ ઠાકોર,ચેતન નાગરભાઈ ઠાકોર,રાહુલ રમેશભાઈ ઠાકોર,ભાવેશ કાન્તિલાલ અને વિક્રમ સિહ ભુપત્ સિહ જાડેજા સામે એ ડીવીજન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.જયારે પત્રાવલી ચોક નજીકની ગલીમાંથી પોલીસે 390 બોટલ દારૂ અને 73 બોટલ બિયર કબજે લીધી હતી જેમાં ઈસ્માઈલ મહેબુબભાઈ,સુરેશ તુલસીભાઈ,નીલેશ બચુભાઈ,જયરાજસિહ ઝાલા અને રણજીતસિહ ઝાલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.બીજી તરફ્ પતરાવાળી ચોક નજીક ગલીમાં કુંડાળું વલી બેઠેલા શખ્સો પાસે તપાસ કરતા વલ્લી મટકા નો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા.આ શખ્સો પાસેથી રોકડા 11480 રૂપિયા 3 મોબાઈલ કિમત રૂપિયા 15000 મળી કુલ 26480 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં પોલીસે ચન્દ્રસિહ દાનસિહ ડોડિયા,રવિરાજ સિહ પ્રવીન્સીહ ડોડિયા,સરફ્રાજ અનવરભાઈ અને જયરાજસિહ ઝાલા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે .આમ એક સાથે ચાર જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા પોલીસ બેડામાં દોડધામ મચીગઈ હતી.

Surendranagar: 3 જગ્યાએ જુગાર અને દારૂના સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મિયાણાવાડ, દૂધરેજ કેનાલ પાસે, પતરાવાળી ચોક સહિતની ત્રણ જગ્યાએ અલગ-અલગ રેડ કરી ત્રણ જગ્યાએ દારૂ મળી આવ્યો અને એક જગ્યાએ વરલી મટકાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર શહેરના એ- ડિવીઝન વિસ્તારમાં દારૂ અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસની ટીમને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાર જગ્યાએ રેડ કરી હતી.રેડ દરમિયાન મિયાણા વાસમાં સલીમ સુલેમાનના ત્યાંથી બે દારૂના ચપલા કબજે લઈ શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.ધ્રાંગધ્રા રોડ ઉપર દૂધરેજ કેનાલ પાસે રેડ દરમ્યાન 27 બોટલ ઈગ્લિશ દારૂ ઝડપી લીધો હતો.પોલીસે પ્રતાપ લાભુભાઈ ઠાકોર,ચેતન નાગરભાઈ ઠાકોર,રાહુલ રમેશભાઈ ઠાકોર,ભાવેશ કાન્તિલાલ અને વિક્રમ સિહ ભુપત્ સિહ જાડેજા સામે એ ડીવીજન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.જયારે પત્રાવલી ચોક નજીકની ગલીમાંથી પોલીસે 390 બોટલ દારૂ અને 73 બોટલ બિયર કબજે લીધી હતી જેમાં ઈસ્માઈલ મહેબુબભાઈ,સુરેશ તુલસીભાઈ,નીલેશ બચુભાઈ,જયરાજસિહ ઝાલા અને રણજીતસિહ ઝાલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.બીજી તરફ્ પતરાવાળી ચોક નજીક ગલીમાં કુંડાળું વલી બેઠેલા શખ્સો પાસે તપાસ કરતા વલ્લી મટકા નો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા.આ શખ્સો પાસેથી રોકડા 11480 રૂપિયા 3 મોબાઈલ કિમત રૂપિયા 15000 મળી કુલ 26480 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ કેસમાં પોલીસે ચન્દ્રસિહ દાનસિહ ડોડિયા,રવિરાજ સિહ પ્રવીન્સીહ ડોડિયા,સરફ્રાજ અનવરભાઈ અને જયરાજસિહ ઝાલા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે .આમ એક સાથે ચાર જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા પોલીસ બેડામાં દોડધામ મચીગઈ હતી.