Ahmedabadના પાલડી વિસ્તારમાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે 15 લાખની થઈ લૂંટ
અમદાવાદના પાલડી વિસ્તારમાં રામબાગ ફાટક પાસે રૂપિયા 15 લાખની લૂંટ થયાની ઘટના બની છે.આ લૂંટમાં આંગડિયા પેઢીના વેપારી લૂંટનો ભોગ બન્યા છે,વાહન સરખુ ચલાવો તેમ કહીને બે યુવકોએ ફરિયાદી પાસે રહેલી 15 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા,બે યુવકો દ્રારા ઝઘડો કરવામાં આવ્યો જેમાં એક યુવાને વાહનચાલકનું ધ્યાન બે ધ્યાન કરીને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. રૂપિયા 15 લાખની થઈ લૂંટ અમદાવાદના પાલડી વિસ્તારમાં રૂપિયા 15 લાખની લૂંટ થતા પાલડી પોલીસ દોડતી થઈ હતી,સીજી રોડ વિસ્તારથી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને પાલડી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રામબાગ ક્રોસિંગ પાસે બે યુવકોએ તેની સાથે ઝઘડો કર્યો અને વાહન કેમ સરખુ નથી ચલાવતા તેમ કહીને ફરિયાદી પાસે રહેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા,ફરિયાદી પાસેથી બેગ ઝૂંટવતા તેણે બૂમાબૂમ કરી પરંતુ આસપાસના સ્થાનિકો પણ લૂંટારૂઓને ઝડપી પાડયા નહી.છેવટે ફરિયાદીએ પાલડી પોલીસને ફોન કરી સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસે નોંધી ફરિયાદ સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવીની તપાસ કરી છે,પોલીસનું અનુમાન છે કે,જેણે લૂંટ કરી હોય તે લોકો સીજી રોડથી ફરિયાદીનો પીછો કરી રહ્યાં હશે અને જયારે પાલડી પહોંચ્યા ત્યારે સુમસામ હોવાથી લૂંટ કરીને પલાયન થયા હોવાનું પોલીસને અનુમાન છે,પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથધરી છે અને અન્ય વિસ્તારના સીસીટીવી પણ મેળવ્યા છે.પાલડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું છે,પાલડી વિસ્તારમાં અમુક ગલીઓતો એવી છે કે જયાં લૂંટ કે કોઈ પણ ગુનાને અંજામ આપવો હોય તો કોઈ પણ આપી શકે છે. અગાઉ પણ પાલડીમાં થઈ હતી લૂંટ પાલડી ભઠ્ઠા નજીક ગોડાઉનમાં છરો બતાવી લૂંટ કરનાર ગેંગને ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. પોલીસે પાંચ સાગરિતોને ઝડપી લીધા હતા,ગોડાઉનમાં કામ કરતા પાટણના મિતેશે જ આ ગેંગને બાતમી આપી હતી કે, રાત્રે ગોડાઉનમાં માલિક અને મેનેજર જ હોય છે. જો લૂંટ કરવામાં આવે તો 60-70 લાખ રૂપિયા મળી જાય તેમ છે. આ ગેંગના સભ્યોએ બે વખત લૂંટનો પ્રયાસ કર્યા બાદ ત્રીજી વખત લૂંટને અંજામ આપી 3.35 લાખની લૂંટ ચલાવી હતી. ક્રાઇમ બ્રાંચે પાંચ લૂંટારુને ઝડપી 80 હજાર રોકડા અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લૂંટ કરીને ભાગવા માટે પણ તેઓ મેનેજરનું જ એક્ટિવા લઇને ભાગી ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પાલડી વિસ્તારમાં રામબાગ ફાટક પાસે રૂપિયા 15 લાખની લૂંટ થયાની ઘટના બની છે.આ લૂંટમાં આંગડિયા પેઢીના વેપારી લૂંટનો ભોગ બન્યા છે,વાહન સરખુ ચલાવો તેમ કહીને બે યુવકોએ ફરિયાદી પાસે રહેલી 15 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા,બે યુવકો દ્રારા ઝઘડો કરવામાં આવ્યો જેમાં એક યુવાને વાહનચાલકનું ધ્યાન બે ધ્યાન કરીને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા.
રૂપિયા 15 લાખની થઈ લૂંટ
અમદાવાદના પાલડી વિસ્તારમાં રૂપિયા 15 લાખની લૂંટ થતા પાલડી પોલીસ દોડતી થઈ હતી,સીજી રોડ વિસ્તારથી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને પાલડી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રામબાગ ક્રોસિંગ પાસે બે યુવકોએ તેની સાથે ઝઘડો કર્યો અને વાહન કેમ સરખુ નથી ચલાવતા તેમ કહીને ફરિયાદી પાસે રહેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા,ફરિયાદી પાસેથી બેગ ઝૂંટવતા તેણે બૂમાબૂમ કરી પરંતુ આસપાસના સ્થાનિકો પણ લૂંટારૂઓને ઝડપી પાડયા નહી.છેવટે ફરિયાદીએ પાલડી પોલીસને ફોન કરી સમગ્ર ઘટના જણાવી હતી.
પોલીસે નોંધી ફરિયાદ
સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવીની તપાસ કરી છે,પોલીસનું અનુમાન છે કે,જેણે લૂંટ કરી હોય તે લોકો સીજી રોડથી ફરિયાદીનો પીછો કરી રહ્યાં હશે અને જયારે પાલડી પહોંચ્યા ત્યારે સુમસામ હોવાથી લૂંટ કરીને પલાયન થયા હોવાનું પોલીસને અનુમાન છે,પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથધરી છે અને અન્ય વિસ્તારના સીસીટીવી પણ મેળવ્યા છે.પાલડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું છે,પાલડી વિસ્તારમાં અમુક ગલીઓતો એવી છે કે જયાં લૂંટ કે કોઈ પણ ગુનાને અંજામ આપવો હોય તો કોઈ પણ આપી શકે છે.
અગાઉ પણ પાલડીમાં થઈ હતી લૂંટ
પાલડી ભઠ્ઠા નજીક ગોડાઉનમાં છરો બતાવી લૂંટ કરનાર ગેંગને ઝડપી લેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. પોલીસે પાંચ સાગરિતોને ઝડપી લીધા હતા,ગોડાઉનમાં કામ કરતા પાટણના મિતેશે જ આ ગેંગને બાતમી આપી હતી કે, રાત્રે ગોડાઉનમાં માલિક અને મેનેજર જ હોય છે. જો લૂંટ કરવામાં આવે તો 60-70 લાખ રૂપિયા મળી જાય તેમ છે. આ ગેંગના સભ્યોએ બે વખત લૂંટનો પ્રયાસ કર્યા બાદ ત્રીજી વખત લૂંટને અંજામ આપી 3.35 લાખની લૂંટ ચલાવી હતી. ક્રાઇમ બ્રાંચે પાંચ લૂંટારુને ઝડપી 80 હજાર રોકડા અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લૂંટ કરીને ભાગવા માટે પણ તેઓ મેનેજરનું જ એક્ટિવા લઇને ભાગી ગયા હતા.