પાટણની 'રાણીની વાવ': બે વર્ષમાં દેશ-વિદેશના પાંચ લાખથી વધુ પ્રવાસીએ લીધી મુલાકાત
Rani Ki Vav Patan : ગુજરાતમાં પટોળા માટે પ્રખ્યાત પાટણ ખાતે આવેલી રાણીની વાત ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવના જળ વ્યવસ્થાપન તેમજ કલાના ઉત્કૃષ્ટ વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાણીની વાવની કલાકૃતિને નીહાળવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ ખાતે દેશભરમાંથી આશરે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાં, જેમાંથી લગભગ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ પણ સમાવેશ થાય છે.ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19 નવેમ્બરથી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય ચલણની 100 રૂપિયાની નોટમાં પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rani Ki Vav Patan : ગુજરાતમાં પટોળા માટે પ્રખ્યાત પાટણ ખાતે આવેલી રાણીની વાત ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવના જળ વ્યવસ્થાપન તેમજ કલાના ઉત્કૃષ્ટ વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાણીની વાવની કલાકૃતિને નીહાળવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ ખાતે દેશભરમાંથી આશરે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાં, જેમાંથી લગભગ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ પણ સમાવેશ થાય છે.
ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19 નવેમ્બરથી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય ચલણની 100 રૂપિયાની નોટમાં પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરાયું છે.