Education: ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પ્રેકટીકલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-12) વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે, તેવું બોર્ડના પ્રતિનિધિ રાજૂ ભટ્ટે જણાવ્યુ હતું.
વિષયો અને માધ્યમની ખરાઈ કરીને વર્ગ શિક્ષકની સહી કરવાની રહેશે
બોર્ડના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, પ્રવેશપત્ર (હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના ફેબ્રુઆરી-2025 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. પ્રવેશપત્ર (હોલટિકિટ) સાથે ઓનલાઈન મૂકવામાં આવેલા પ્રવેશપત્ર વિતરણ યાદીની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીને પ્રવેશપત્ર(હોલટિકિટ) આપ્યા બદલની સહી પરીક્ષાર્થી પાસેથી લેવાની રહેશે.
What's Your Reaction?






