Anand: દેશી તમંચો અને 10 જીવતા કારતુસ સાથે 2 લોકો ઝડપાયા

Jan 27, 2025 - 23:00
Anand: દેશી તમંચો અને 10 જીવતા કારતુસ સાથે 2 લોકો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર વાસદ ટોલનાકા નજીક વાસદ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી, ત્યારે હનુમાનજી મંદિર પાસે એક શંકાસ્પદ ઈકો કાર ઉભી હોઈ પોલીસે શંકાના આધારે ઈકો કારની નજીક જતા એક શખ્સ પોલીસને જોઈને કારમાંથી ઉતરીને રોડની સાઈડમાં કોતરોમાં ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે કારને કોર્ડન કરી તપાસ કરતા કારમાં ડ્રાઈવર તેમજ બાજુની સીટમાં એક શખ્સ બેઠો હતો.

ત્રણેય આરોપી મૂળ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું

જ્યારે પાછળની સીટમાં બે મહિલાઓ અને નાના બાળકો બેઠેલા હતા, જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પુછપરછ કરતા તેમણે કાર ચાલકે પોતાની ઓળખ રાજેશ બનસિંધ અજનાર મુળ રહેવાસી રાતમાલિયા ઉદિયાગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ અને હાલમાં રાજકોટ ખાતે રહેવાનું જણાવ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સવલસિંગ દુકાલાભાઈ બામણીયા જે હાલમાંમોરબી રહે છે અને મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ કેસરસિંગ દુકાલાભાઈ બામણીયા મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે અને તે સવલસિંગનો સગો ભાઈ હોવાની ઓળખ આપી હતી.

પોલીસે 3.23 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે કારની તપાસ કરતા કારમાંથી એક દેશી બનાવટનો તમંચો અને 10 જીવતા કારતુસ મળી આવતા પોલીસે તમંચો, કારતુસ અને ત્રણ મોબાઈલ ફોન, ઈકો કાર સહિત 3.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ હથિયાર કયાંથી લાવ્યા હતા, હથિયારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ? તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી વધુ તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0