SG Highway Car Stunt: સ્ટંટબાજી કરનારા નબીરાઓની ટ્રાફિક પોલીસે કરી ધરપકડ

અમદાવાદના SG હાઈવે પર સ્ટંટ કરતા નબીરાઓની પોલીસે ધરપકડ કરીબે આરોપીની અગાઉ ક્રાઈમબ્રાન્ચે કરી હતી ધરપકડ ટ્રાફિક પોલીસે નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં સ્ટંટ કરનારા નબીરોઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઈવે પર સ્ટંટ કરનારા નબીરાઓ હવે પોલીસના સકંજામાં આવ્યા છે. આ નબીરાઓએ મોંઘીદાટ ગાડીઓમાં બેસીને શહેરના રોડ પર સ્ટંટ કર્યા હતા. ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી, કાર્યવાહી શરૂ કરી આ તમામ નબીરાઓ મોંઘીદાટ ગાડીઓમાં આવીને એસ.જી.રોડ સ્ટંટબાજી કરતા હતા અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે આ મામલે ક્રાઈમબ્રાન્ચે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્ટંટબાજી કરતો આ નબીરાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે આ તમામને લઈ ટ્રાફિક પોલીસે નબીરાઓની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. 8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવ્યો હતો તમને જણાવી દઈએ કે  8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુર ઝડપે ચલાવી રહ્યા હતા. આટલું જ નહીં નબીરાઓને પોલીસનો અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા હતા અને આ વીડિયો વાયરલ થતાં ટ્રાફ્કિ પોલીસે તપાસ શરૂ કરી હતી. સાણંદ સર્કલથી ગાડીઓ ચલાવી વીડિયો બનાવ્યોવિશાલ ગોસ્વામી ગેંગના સાગરિત મનીષ ગોસ્વામીએ નવી સ્કોર્પિયો કાર ખરીદી હતી અને કાર ખરીદવા ગયો ત્યારે તેણે ગાડીઓનો કાફલો બોલાવ્યો હતો. મનીષ ગોસ્વામીને ગોવિંદે આ તમામ ગાડીઓની વ્યવસ્થા કરી આપી હતી અને સાણંદ સર્કલથી ગાડીઓ ચલાવી વીડિયો બનાવ્યો હતો. ત્યારે હાલમાં મનીષ ગોસ્વામી ફરાર થઈ ગયો છે.

SG Highway Car Stunt: સ્ટંટબાજી કરનારા નબીરાઓની ટ્રાફિક પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના SG હાઈવે પર સ્ટંટ કરતા નબીરાઓની પોલીસે ધરપકડ કરી
  • બે આરોપીની અગાઉ ક્રાઈમબ્રાન્ચે કરી હતી ધરપકડ
  • ટ્રાફિક પોલીસે નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં સ્ટંટ કરનારા નબીરોઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઈવે પર સ્ટંટ કરનારા નબીરાઓ હવે પોલીસના સકંજામાં આવ્યા છે. આ નબીરાઓએ મોંઘીદાટ ગાડીઓમાં બેસીને શહેરના રોડ પર સ્ટંટ કર્યા હતા.

ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી, કાર્યવાહી શરૂ કરી

આ તમામ નબીરાઓ મોંઘીદાટ ગાડીઓમાં આવીને એસ.જી.રોડ સ્ટંટબાજી કરતા હતા અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે આ મામલે ક્રાઈમબ્રાન્ચે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્ટંટબાજી કરતો આ નબીરાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે આ તમામને લઈ ટ્રાફિક પોલીસે નબીરાઓની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવ્યો હતો

તમને જણાવી દઈએ કે  8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુર ઝડપે ચલાવી રહ્યા હતા. આટલું જ નહીં નબીરાઓને પોલીસનો અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા હતા અને આ વીડિયો વાયરલ થતાં ટ્રાફ્કિ પોલીસે તપાસ શરૂ કરી હતી.

સાણંદ સર્કલથી ગાડીઓ ચલાવી વીડિયો બનાવ્યો

વિશાલ ગોસ્વામી ગેંગના સાગરિત મનીષ ગોસ્વામીએ નવી સ્કોર્પિયો કાર ખરીદી હતી અને કાર ખરીદવા ગયો ત્યારે તેણે ગાડીઓનો કાફલો બોલાવ્યો હતો. મનીષ ગોસ્વામીને ગોવિંદે આ તમામ ગાડીઓની વ્યવસ્થા કરી આપી હતી અને સાણંદ સર્કલથી ગાડીઓ ચલાવી વીડિયો બનાવ્યો હતો. ત્યારે હાલમાં મનીષ ગોસ્વામી ફરાર થઈ ગયો છે.