Rajkotમાં માલવાહક લિફટમાં મહિલા ફસાઈ જતા નિપજયું મોત
રાજકોટમાં માલવાહક લિફ્ટમાં મહિલા ફસાઈ જતા તેમનું મોત નિપજયું છે.ઘરની છત પરથી પગ લપસતા મહિલા નીચે પટકાઇ હતી અને વચ્ચોવચ ફસાઈ જતા તેનું મોત નિપજયું હતુ.મહિલા નીચે પટકાતા લિફ્ટની ગ્રીસમાં ફસાઇ હતી અને આ ઘટના સોમનાથ સોસાયટી મેઈન રોડ વિસ્તારમા બની હતી,મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાય તે પહેલા તેમનું મોત થયું હતુ. ગતરાત્રીએ બની ઘટના રાજકોટના સોમનાથ સોસાયટી મેઈન રોડ વિસ્તારમાં ગત રાત્રીના સમયે આ ઘટના બની હતી,રેખાબેન રાવરાણી નામના મહિલા માલવાહક લિફ્ટની ગ્રીલમાં ફસાઈ હતી ઘરની છત પરથી પગ લપસતા મહિલા નીચે પટકાઈ અને તેનું મોત નિપજયું હતુ,બીજી તરફ એવી પણ વાતો સામે આવી છે કે શ્રીનાજી ટ્રાવેલ્સ વાળા શૈલેષ પાંભરનું આ ઘર હતું જેમાં ઘરની છત પર જ ગોડાઉન બનાવી નાખવામાં આવ્યું હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.સ્થાનિક યુવાનોએ અને રહેવાસીઓએ મહિલાને માલવાહક લિફ્ટની ગ્રીલ તોડી ને બહાર કાઢી હતી. જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું? લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો. 22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. 27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં માલવાહક લિફ્ટમાં મહિલા ફસાઈ જતા તેમનું મોત નિપજયું છે.ઘરની છત પરથી પગ લપસતા મહિલા નીચે પટકાઇ હતી અને વચ્ચોવચ ફસાઈ જતા તેનું મોત નિપજયું હતુ.મહિલા નીચે પટકાતા લિફ્ટની ગ્રીસમાં ફસાઇ હતી અને આ ઘટના સોમનાથ સોસાયટી મેઈન રોડ વિસ્તારમા બની હતી,મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાય તે પહેલા તેમનું મોત થયું હતુ.
ગતરાત્રીએ બની ઘટના
રાજકોટના સોમનાથ સોસાયટી મેઈન રોડ વિસ્તારમાં ગત રાત્રીના સમયે આ ઘટના બની હતી,રેખાબેન રાવરાણી નામના મહિલા માલવાહક લિફ્ટની ગ્રીલમાં ફસાઈ હતી ઘરની છત પરથી પગ લપસતા મહિલા નીચે પટકાઈ અને તેનું મોત નિપજયું હતુ,બીજી તરફ એવી પણ વાતો સામે આવી છે કે શ્રીનાજી ટ્રાવેલ્સ વાળા શૈલેષ પાંભરનું આ ઘર હતું જેમાં ઘરની છત પર જ ગોડાઉન બનાવી નાખવામાં આવ્યું હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.સ્થાનિક યુવાનોએ અને રહેવાસીઓએ મહિલાને માલવાહક લિફ્ટની ગ્રીલ તોડી ને બહાર કાઢી હતી.
જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું?
લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો.
22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના
કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના
લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.