Limbdi: મડગાવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવનાર લીંબડીનો શખ્સ પકડાયો

થાનમાં પોલીસને જોઈ બુટલેગર દારૂ - મોપેડ મૂકી ફરારસુરેન્દ્રનગર શહેરના નવા જંક્શન રોડ પર વોચ રાખી પોલીસે દબોચ્યો પુછપરછ કરતા તે મડગાંવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવ્યો હતો સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ટીમે સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં દારૂની બાતમી મળતા નવા જંકશન રોડ પર સંજય પાન પાસે વોચ રાખી હતી. જેમાં 1 શખ્સ 2 વજનદાર થેલા સાથે પસાર થતો હોય તેને અટકાવી તપાસ કરતા થેલામાંથી દારૂના 210 ચપલા કિંમત રૂ. 42 હજારના મળી આવ્યા હતા. આથી ઝડપાયેલા લીંબડીની હવેલી શેરીમાં રહેતા ઝુબેર રસીકભાઈ દહેલુશની પુછપરછ કરતા તે મડગાંવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવ્યો હતો. અને લીંબડીમાં છુટક વેચાણ કરે છે. જયારે થાન પીઆઈ વી.કે.ખાંટ સહિતનાઓને પેટ્રોલિંગમાં કંડોળીયા હનુમાનજી મંદીરના રસ્તે દારૂની બાતમી મળી હતી. આથી સોમવારે રાત્રે આ રસ્તે વોચ રખાઈ હતી. જેમાં પોલીસને જોઈ મોપેડ ચાલક બાઈક અને દારૂ મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મીણીયાના થેલીમાં ભરેલી દારૂની 45 બોટલ કિંમત રૂ. 18 હજાર અને મોપેડ જપ્ત કરી ફરાર બાઈક ચાલકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પૃથુગઢ ગામે મહેશ બાબુભાઈ ઠાકોર સીમ વાડીના શેઢે ઝાડી-ઝાંખરામાં દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહેશ ઠાકોર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 10 બોટલ અને બીયરના 24 ટીન જપ્ત કર્યો હતો. અને ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ આદરાઈ છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને મોરથળાથી મનડાસર જવાના રસ્તે વિનુ સવશીભાઈ દેગામા તેની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં પોલીસે 20 લીટર દારૂ, 100 લીટર આથો જપ્ત કર્યો હતો. દરોડામાં હાજર ન મળી આવનાર વીનુ દેગામા સામે ગુનો નોંધી ઝડપી લેવા વધુ તપાસ ASI આર.જે.માલકીયા ચલાવી રહ્યા છે.

Limbdi: મડગાવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવનાર લીંબડીનો શખ્સ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • થાનમાં પોલીસને જોઈ બુટલેગર દારૂ - મોપેડ મૂકી ફરાર
  • સુરેન્દ્રનગર શહેરના નવા જંક્શન રોડ પર વોચ રાખી પોલીસે દબોચ્યો
  • પુછપરછ કરતા તે મડગાંવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવ્યો હતો

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ટીમે સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં દારૂની બાતમી મળતા નવા જંકશન રોડ પર સંજય પાન પાસે વોચ રાખી હતી.

જેમાં 1 શખ્સ 2 વજનદાર થેલા સાથે પસાર થતો હોય તેને અટકાવી તપાસ કરતા થેલામાંથી દારૂના 210 ચપલા કિંમત રૂ. 42 હજારના મળી આવ્યા હતા. આથી ઝડપાયેલા લીંબડીની હવેલી શેરીમાં રહેતા ઝુબેર રસીકભાઈ દહેલુશની પુછપરછ કરતા તે મડગાંવ-હાપા ટ્રેનમાં દારૂ લઈને આવ્યો હતો. અને લીંબડીમાં છુટક વેચાણ કરે છે. જયારે થાન પીઆઈ વી.કે.ખાંટ સહિતનાઓને પેટ્રોલિંગમાં કંડોળીયા હનુમાનજી મંદીરના રસ્તે દારૂની બાતમી મળી હતી. આથી સોમવારે રાત્રે આ રસ્તે વોચ રખાઈ હતી. જેમાં પોલીસને જોઈ મોપેડ ચાલક બાઈક અને દારૂ મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મીણીયાના થેલીમાં ભરેલી દારૂની 45 બોટલ કિંમત રૂ. 18 હજાર અને મોપેડ જપ્ત કરી ફરાર બાઈક ચાલકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પૃથુગઢ ગામે મહેશ બાબુભાઈ ઠાકોર સીમ વાડીના શેઢે ઝાડી-ઝાંખરામાં દારૂ સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહેશ ઠાકોર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂની 10 બોટલ અને બીયરના 24 ટીન જપ્ત કર્યો હતો. અને ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ આદરાઈ છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને મોરથળાથી મનડાસર જવાના રસ્તે વિનુ સવશીભાઈ દેગામા તેની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં પોલીસે 20 લીટર દારૂ, 100 લીટર આથો જપ્ત કર્યો હતો. દરોડામાં હાજર ન મળી આવનાર વીનુ દેગામા સામે ગુનો નોંધી ઝડપી લેવા વધુ તપાસ ASI આર.જે.માલકીયા ચલાવી રહ્યા છે.