વીજ ચોરીના કેસમાં ગ્રાહકને ઘરે રિક્વરી માટે ગયેલી ટીમ સાથે ઝપાઝપી

- જામનગરના ગુલાબનગર-રવિ પાર્ક વિસ્તારમાં અદાલતના હુકમ મુજબ- અદાલતના બેલીફ અને એક્સ આર્મીમેનની હાજરીમાં વીજ અધિકારી સાથે ગેરવર્તન કરી પરિવારે ઘરમાં પ્રવેશવા ન દીધા- આસપાસના ૧૫ ઘરોમાં પણ લંગરીયા વીજ જોડાણો ધ્યાનમાં આવતા કરાયા કટજામનગર: જામનગરમાં ગુલાબનગર- રવિ પાર્ક વિસ્તારમાં વીજ ચોરી કરનાર ગ્રાહક સામે અદાલતના બેલીફની હાજરીમાં વીજ ટુકડી દ્વારા રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં વીજ ગ્રાહક પરિવાર દ્વારા હંગામા મચાવી ફરજ પર રહેલા મહિલા વિજ અધિકારી સાથે ગેરવર્તન કરી ઝપાઝપી કરી હતી. આ સમયે  ચેકિંગ દરમિયાન આસપાસના આશરે, ૧૫ જેટલા ઘરોમાં પણ વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વીજ વાયરો કટ કરી લેવામાં આવ્યા છે. જામનગરમાં ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારના રહેતા રસીદાબેન કાસમભાઇ સુમરા કે જેઓના મૃતક પતિ કાસમભાઈ મોહમ્મદભાઈ સુમરાના નામનું સાડા ત્રણેક વર્ષ પહેલાં વીજ જોડાણ હતું, અને જે તે વખતે ચેકિંગ દરમિયાન ત્યાં વીજ ચોરી થતી હોવાથી તેઓનું મીટર ઉતારી લેવાયું હતું, અને પોલીસ કેસ કરાયો હતો.જે કેસમાં અદાલત દ્વારા રૂપિયા ૭૦,૪૧૭ જેટલી રિકવરી કાઢી હતી.પીજીવીસીએલની દરબારગઢ કચેરીના જુનિયર એન્જીનીયર કોમલબેન ચંદારાણા પોતાની વીજ ટુકડી તેમજ અદાલતના બેલીફ અને સિક્યુરિટી ની ટીમ સાથે વીજ ગ્રાહકના ઘેર ગયા હતા, અને રિકવરી માટેની માંગણી કરી હતી. દરમિયાન ત્યાં હાજર રહેલા મકાન માલિક રસીદાબેન સુમરા અને તેઓના પરિવારના અન્ય મહિલા સભ્યો દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું, અને વીજ અધિકારી સહિતની ટુકડીને ઘરમાં પ્રવેશતાં રોક્યા હતા. ઉપરાંત વીજ મીટર ન હોવા છતાં તે ઘરમાં ફરીથી લંગરિયું વીજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી વીજ અધિકારી દ્વારા મકાનમાં જઈને સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરાતાં વીજ ગ્રાહકના પરિવારના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. અને વીજ અધિકારી કોમલબેન ચંદારાણા સાથે ધક્કા મૂકી કરી તેઓની ફરજ માં અડચણ ઉભી કરી હતી. તેમજ સમગ્ર ટીમ સાથે અપ શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું અને રિકવરીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. જે સમગ્ર મામલાનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરી લેવાયું હતું, અને તે અંગેનો અદાલતમાં તેમજ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. વીજ ટુકડી દ્વારા મકાન અને આસપાસના ઘરોમાં સર્વે કરતાં આશરે ૧૫ ઘરોમાં લંગરીયા વીજ જોડાણ મારફતે ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વીજ ટુકડી દ્વારા ટાવર લેડર વાહન મંગાવીને તાત્કાલિક અસરથી આવા લંગરીયા વીજ જોડાણના વાયરો કબજે કરી લેવામાં આવ્યા હતા. તેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફડા તફડી અને વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

વીજ ચોરીના કેસમાં ગ્રાહકને ઘરે રિક્વરી માટે ગયેલી ટીમ સાથે ઝપાઝપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જામનગરના ગુલાબનગર-રવિ પાર્ક વિસ્તારમાં અદાલતના હુકમ મુજબ

- અદાલતના બેલીફ અને એક્સ આર્મીમેનની હાજરીમાં વીજ અધિકારી સાથે ગેરવર્તન કરી પરિવારે ઘરમાં પ્રવેશવા ન દીધા

- આસપાસના ૧૫ ઘરોમાં પણ લંગરીયા વીજ જોડાણો ધ્યાનમાં આવતા કરાયા કટ

જામનગર: જામનગરમાં ગુલાબનગર- રવિ પાર્ક વિસ્તારમાં વીજ ચોરી કરનાર ગ્રાહક સામે અદાલતના બેલીફની હાજરીમાં વીજ ટુકડી દ્વારા રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં વીજ ગ્રાહક પરિવાર દ્વારા હંગામા મચાવી ફરજ પર રહેલા મહિલા વિજ અધિકારી સાથે ગેરવર્તન કરી ઝપાઝપી કરી હતી. આ સમયે  ચેકિંગ દરમિયાન આસપાસના આશરે, ૧૫ જેટલા ઘરોમાં પણ વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વીજ વાયરો કટ કરી લેવામાં આવ્યા છે. 

જામનગરમાં ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારના રહેતા રસીદાબેન કાસમભાઇ સુમરા કે જેઓના મૃતક પતિ કાસમભાઈ મોહમ્મદભાઈ સુમરાના નામનું સાડા ત્રણેક વર્ષ પહેલાં વીજ જોડાણ હતું, અને જે તે વખતે ચેકિંગ દરમિયાન ત્યાં વીજ ચોરી થતી હોવાથી તેઓનું મીટર ઉતારી લેવાયું હતું, અને પોલીસ કેસ કરાયો હતો.જે કેસમાં અદાલત દ્વારા રૂપિયા ૭૦,૪૧૭ જેટલી રિકવરી કાઢી હતી.

પીજીવીસીએલની દરબારગઢ કચેરીના જુનિયર એન્જીનીયર કોમલબેન ચંદારાણા પોતાની વીજ ટુકડી તેમજ અદાલતના બેલીફ અને સિક્યુરિટી ની ટીમ સાથે વીજ ગ્રાહકના ઘેર ગયા હતા, અને રિકવરી માટેની માંગણી કરી હતી. દરમિયાન ત્યાં હાજર રહેલા મકાન માલિક રસીદાબેન સુમરા અને તેઓના પરિવારના અન્ય મહિલા સભ્યો દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું, અને વીજ અધિકારી સહિતની ટુકડીને ઘરમાં પ્રવેશતાં રોક્યા હતા. ઉપરાંત વીજ મીટર ન હોવા છતાં તે ઘરમાં ફરીથી લંગરિયું વીજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી વીજ અધિકારી દ્વારા મકાનમાં જઈને સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરાતાં વીજ ગ્રાહકના પરિવારના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. અને વીજ અધિકારી કોમલબેન ચંદારાણા સાથે ધક્કા મૂકી કરી તેઓની ફરજ માં અડચણ ઉભી કરી હતી. તેમજ સમગ્ર ટીમ સાથે અપ શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું અને રિકવરીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો.

 જે સમગ્ર મામલાનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરી લેવાયું હતું, અને તે અંગેનો અદાલતમાં તેમજ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. વીજ ટુકડી દ્વારા મકાન અને આસપાસના ઘરોમાં સર્વે કરતાં આશરે ૧૫ ઘરોમાં લંગરીયા વીજ જોડાણ મારફતે ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વીજ ટુકડી દ્વારા ટાવર લેડર વાહન મંગાવીને તાત્કાલિક અસરથી આવા લંગરીયા વીજ જોડાણના વાયરો કબજે કરી લેવામાં આવ્યા હતા. તેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફડા તફડી અને વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.