Gujaratના ફરાર સટ્ટાખોર દિપક ઠક્કરની પોલીસે દુબઈથી કરી ધરપકડ, થયા અનેક ખુલાસા
ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કર ઝડપાયો વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કરની દુબઇમાં ધરપકડ દુબઈમાં બેઠા બેઠા ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ ગુજરાતનો દિપક ઠક્કર કે જે સટ્ટો ચલાવવામાં માહીર છે,ત્યારે ઘણા વર્ષોથી તે ભારત છોડીને દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો,દિપક ઠક્કર અનેક ગુનામાં ફરાર છે.અમદાવાદમાં પણ પોલીસ ચોપડે દિપકના અનેક ગુનાઓ નોંધાયા છે,ત્યારે સીબીઆઈ દ્રારા દિપકની સામે રેડ કોર્નર નોટીસ પાઠવવમાં આવી હતી,તો ગુજરાત પોલીસે દુબઈ જઈ દિપકની ધરપકડ કરી છે. અનેક ગુનામાં ફરાર દિપક સટ્ટાખોર દિપક સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂકયા છે,ત્યારે સીઆઈના ચોપડે પણ દિપક ફરાર હતો,સીબીઆઈએ ગુનાને લઈ દિપકને અનેક વાર નોટીસો પણ આપી છે પણ દિપક કયારેય હાજર થતો હતો નથી,ત્યારે ગુજરાત પોલીસને માહિતી મળી હતી કે દિપક દુબઈમાં બેઠો છે,અને સટ્ટાનું નેટવર્ક ભારતમાં ચલાવે છે,ત્યારે ગુજરાત પોલીસ દુબઈ પહોંચી અને દિપકની ધરપકડ કરી છે, મૂળ ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ. દિપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ ગુજરાતના ઘણા મોટા બુકીઓ દુબઈમાં બેસીને સટ્ટાનું રેકેટ ચલાવે છે,ત્યારે તેમાનો એક મોટો બુકી એટલે દિપક ઠક્કર.દિપક ઠક્કર મૂળ ડીસાનો રહેવાસી છે પરંતુ અહીંયા એટલે કે ગુજરાતમાં સટ્ટો રમાડી શકાતો નથી એટલે બુકી દુબઈમાં જઈ ગુજરાતમાં તેનું નેટવર્ક ચલાવતા હોય છે.ત્યારે દિપકની ધરપકડથી અનેક ખુલાસાઓ થઈ શકે છે.સીબીઆઈની રેડ કોર્નર નોટીસ પર પહેલા દુબઈ પોલીસે ધરપકડ કરી અને ત્યારબાદ ગુજરાત પોલીસે દિપકનો કબજો મેળવ્યો છે. એક મહિના પહેલા પણ દુબઈથી સટ્ટો રમાડનાર ભરતની પોલીસે કરી હતી ધરપકડ ગુજરાતના પાટણમાં બેઠા બેઠા દુબઈમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભુજ સાયબર ક્રાઇમ બાતમીને આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં 52 અબજનું ટર્ન ઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું હતું.મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી હાલ પાટણ ખાતે આવ્યો હતો. જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઈમની ટીમ પાટણ પહોંચી હતી. જ્યાં તેમણે ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ અંદાજ ન હતો કે, આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે. જો કે આરોપીની પૂછપરછ અને તેનો ફોન ચેક કરતા પોલીસના હોશ ઊડી ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કર ઝડપાયો
- વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કરની દુબઇમાં ધરપકડ
- દુબઈમાં બેઠા બેઠા ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ
ગુજરાતનો દિપક ઠક્કર કે જે સટ્ટો ચલાવવામાં માહીર છે,ત્યારે ઘણા વર્ષોથી તે ભારત છોડીને દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો,દિપક ઠક્કર અનેક ગુનામાં ફરાર છે.અમદાવાદમાં પણ પોલીસ ચોપડે દિપકના અનેક ગુનાઓ નોંધાયા છે,ત્યારે સીબીઆઈ દ્રારા દિપકની સામે રેડ કોર્નર નોટીસ પાઠવવમાં આવી હતી,તો ગુજરાત પોલીસે દુબઈ જઈ દિપકની ધરપકડ કરી છે.
અનેક ગુનામાં ફરાર દિપક
સટ્ટાખોર દિપક સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂકયા છે,ત્યારે સીઆઈના ચોપડે પણ દિપક ફરાર હતો,સીબીઆઈએ ગુનાને લઈ દિપકને અનેક વાર નોટીસો પણ આપી છે પણ દિપક કયારેય હાજર થતો હતો નથી,ત્યારે ગુજરાત પોલીસને માહિતી મળી હતી કે દિપક દુબઈમાં બેઠો છે,અને સટ્ટાનું નેટવર્ક ભારતમાં ચલાવે છે,ત્યારે ગુજરાત પોલીસ દુબઈ પહોંચી અને દિપકની ધરપકડ કરી છે, મૂળ ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ.
દિપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ
ગુજરાતના ઘણા મોટા બુકીઓ દુબઈમાં બેસીને સટ્ટાનું રેકેટ ચલાવે છે,ત્યારે તેમાનો એક મોટો બુકી એટલે દિપક ઠક્કર.દિપક ઠક્કર મૂળ ડીસાનો રહેવાસી છે પરંતુ અહીંયા એટલે કે ગુજરાતમાં સટ્ટો રમાડી શકાતો નથી એટલે બુકી દુબઈમાં જઈ ગુજરાતમાં તેનું નેટવર્ક ચલાવતા હોય છે.ત્યારે દિપકની ધરપકડથી અનેક ખુલાસાઓ થઈ શકે છે.સીબીઆઈની રેડ કોર્નર નોટીસ પર પહેલા દુબઈ પોલીસે ધરપકડ કરી અને ત્યારબાદ ગુજરાત પોલીસે દિપકનો કબજો મેળવ્યો છે.
એક મહિના પહેલા પણ દુબઈથી સટ્ટો રમાડનાર ભરતની પોલીસે કરી હતી ધરપકડ
ગુજરાતના પાટણમાં બેઠા બેઠા દુબઈમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભુજ સાયબર ક્રાઇમ બાતમીને આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં 52 અબજનું ટર્ન ઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું હતું.મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી હાલ પાટણ ખાતે આવ્યો હતો. જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઈમની ટીમ પાટણ પહોંચી હતી. જ્યાં તેમણે ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ અંદાજ ન હતો કે, આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે. જો કે આરોપીની પૂછપરછ અને તેનો ફોન ચેક કરતા પોલીસના હોશ ઊડી ગયા હતા.