ગોંડલ માર્કેટ યાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરૂ

Chinese Garlic : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણનાં પણ ૩૦ બોરી (અંદાજે 600 કિલો)  મળી આવતા ઉહાપોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ - અલગ જણસીની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે દિવસ પહેલાં લસણની પણ મોટી આવક થઈ હતી. આ દરમિયાન દરમિયાન ગોંડલ માર્કેટ યાર્ડના કર્મચારીઓને ચાઇનીઝ લસણની 30 બોરી (અંદાજે 600 કિલો) નજરે ચડતા ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું અને ખૂબ જ સસ્તું હોય છે. ભારતના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તે માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનીઝ લસણની 30 બોરી અલગ તારવી લઈને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી, આ જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો? એ અંગે તપાસ શરૂ કરાવી છે. જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે. 

ગોંડલ માર્કેટ યાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chinese Garlic : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણનાં પણ ૩૦ બોરી (અંદાજે 600 કિલો)  મળી આવતા ઉહાપોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ - અલગ જણસીની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે દિવસ પહેલાં લસણની પણ મોટી આવક થઈ હતી. આ દરમિયાન દરમિયાન ગોંડલ માર્કેટ યાર્ડના કર્મચારીઓને ચાઇનીઝ લસણની 30 બોરી (અંદાજે 600 કિલો) નજરે ચડતા ચોંકી ઉઠ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું અને ખૂબ જ સસ્તું હોય છે. ભારતના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તે માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે. 

આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનીઝ લસણની 30 બોરી અલગ તારવી લઈને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી, આ જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો? એ અંગે તપાસ શરૂ કરાવી છે. જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે.