Ahmedabad: ભારતીય સેના લોકોની વ્હારે, 200થી વધારે લોકોનું કર્યુ રેસ્ક્યુ
ગુજરાતમાં કુદરતી આફતો દરમિયાન ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી શરૂ કરી સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરી આવશ્યક વસ્તુઓ પૂરી પાડી રાજ્યમાં સેવાઓને પુનઃસ્થાપિત કરવા ભારતીય સેના વહીવટી તંત્રની મદદ કરશેગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને હળવી કરવાના નિર્ધારને અનુરૂપ ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી શરૂ કરી છે. ગુજરાત સિવિલ એડમિનિસ્ટ્રેશનની વિનંતીને પગલે ભારતીય સેનાએ રાહત કામગીરીમાં મદદ કરવા માટે આઠ ટુકડીઓ તૈનાત કરી છે. ભારતીય સેનાની ટીમો માનવબળ અને પૂર રાહત સાધનોથી સજ્જ આ ટીમો વડોદરા, જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી અને ભુજમાં મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પૂરી પાડી રહી છે. માનવબળ અને પૂર રાહત સાધનો ઉપરાંત આ નિષ્ણાત ટીમોમાં એન્જિનિયરિંગ સંસાધનો અને તબીબી કુશળતાનો સમાવેશ થાય છે. આ ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે. 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળાંતર કરાયું વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં થતા વધારાને કારણે વડોદરા સૌથી વધુ પ્રભાવિત થયું છે. ભારતીય સેનાએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળાંતર કર્યુ છે. ભારતીય સેનાએ તમામ લોકોને જમવા માટે તૈયાર ભોજન સહિત આવશ્યક ખોરાક પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. અસરગ્રસ્ત સમુદાયોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ડોર-ટુ-ડોર તબીબી તપાસ હાથ ધરવામાં આવી છે અને આવશ્યક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના સ્થાનિક વહીવટી તંત્રને મદદ કરશે રાજ્યમાં અવિરત વરસાદ અને વધતા પાણીના સ્તર વચ્ચે બચાવ અને રાહત પ્રયાસોનો હેતુ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો છે. ભારતીય સેના સ્થાનિક વહીવટી તંત્રને શક્ય તેટલી વહેલી તકે આવશ્યક સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે મદદ કરવાનું ચાલુ રાખશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાતમાં કુદરતી આફતો દરમિયાન ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી શરૂ કરી
- સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરી આવશ્યક વસ્તુઓ પૂરી પાડી
- રાજ્યમાં સેવાઓને પુનઃસ્થાપિત કરવા ભારતીય સેના વહીવટી તંત્રની મદદ કરશે
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને હળવી કરવાના નિર્ધારને અનુરૂપ ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી શરૂ કરી છે. ગુજરાત સિવિલ એડમિનિસ્ટ્રેશનની વિનંતીને પગલે ભારતીય સેનાએ રાહત કામગીરીમાં મદદ કરવા માટે આઠ ટુકડીઓ તૈનાત કરી છે.
ભારતીય સેનાની ટીમો માનવબળ અને પૂર રાહત સાધનોથી સજ્જ
આ ટીમો વડોદરા, જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી અને ભુજમાં મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પૂરી પાડી રહી છે. માનવબળ અને પૂર રાહત સાધનો ઉપરાંત આ નિષ્ણાત ટીમોમાં એન્જિનિયરિંગ સંસાધનો અને તબીબી કુશળતાનો સમાવેશ થાય છે. આ ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે.
200થી વધુ લોકોનું સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળાંતર કરાયું
વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં થતા વધારાને કારણે વડોદરા સૌથી વધુ પ્રભાવિત થયું છે. ભારતીય સેનાએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળાંતર કર્યુ છે. ભારતીય સેનાએ તમામ લોકોને જમવા માટે તૈયાર ભોજન સહિત આવશ્યક ખોરાક પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. અસરગ્રસ્ત સમુદાયોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ડોર-ટુ-ડોર તબીબી તપાસ હાથ ધરવામાં આવી છે અને આવશ્યક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભારતીય સેના સ્થાનિક વહીવટી તંત્રને મદદ કરશે
રાજ્યમાં અવિરત વરસાદ અને વધતા પાણીના સ્તર વચ્ચે બચાવ અને રાહત પ્રયાસોનો હેતુ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો છે. ભારતીય સેના સ્થાનિક વહીવટી તંત્રને શક્ય તેટલી વહેલી તકે આવશ્યક સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે મદદ કરવાનું ચાલુ રાખશે.