Sabarkantha: ખેડબ્રહ્મામાં BZ ગ્રુપની શાખા પર મોટો ઘટસ્ફોટ, સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક

સાબરકાંઠા માં ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 6,000 કરોડની સીઆઇડી ક્રાઈમ એ તપાસ નોંધ્યા બાદ સૌથી વધુ રોકાણ કરનાર શિક્ષકો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને આવ્યું છે ત્યારે આ મામલે શિક્ષકની નોકરી છોડી એજન્ટ બનેલા ગુણવંતસિંહ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી ફરાર છે ત્યારે આજે આ મામલે ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે તેમજ ત્યારબાદ તેઓ BZ ગ્રુપમાં જોડાયા હતા. સમગ્ર મામલે સંદેશ દ્વારા ઝીરો ગ્રાઉન્ડ પર પહોંચી હતી.બી ઝેડ ગ્રુપ દ્વારા 6000 કરોડ કૌભાંડ મામલે સૌથી વધુ રોકાણકારો શિક્ષકો હોવાનું ધ્યાને આવ્યું છે, જોકે શિક્ષકોને સૌથી વધુ ભાગીદાર બનાવનારા પણ શિક્ષકો જ હોવાનું ખુલી રહ્યું છે બે વર્ષ અગાઉ ખેડબ્રહ્માના મીઠી દેગડી ગામે ફરજ બજાવતા ગુણવંતી રાઠોડ બે વર્ષે તો રાજીનામું આપી બી.ઝેડ ગ્રુપ માં જોડાયા હતા જેના પગલે રાજીનામું આપ્યા બાદ તેઓ સ્થાનિક કક્ષાએ શિક્ષકો વેપારીઓ તેમજ ખેડૂતો પાસે મોટું રોકાણ કરાવ્યા હોવાનું જણાવી રહ્યા છે.એક તરફ શિક્ષકો દ્વારા રોકાણની વાતો આવી રહી છે તો બીજી તરફ શિક્ષણ મંત્રી સહિત વહીવટી તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરાય છે ત્યારે ખેડબ્રહ્મા વિસ્તારમાં 900 થી વધારે શિક્ષકો સામે પણ હાલમાં તપાસ શરૂ કરાય છે જોકે આગામી સમયમાં સાબરકાંઠા શિક્ષણ વિભાગ સહિત કૌભાંડ મામલે કેવી સ્થિતિ ઊભી થાય છે તે પણ મહત્વનું બની રહે છે. 

Sabarkantha: ખેડબ્રહ્મામાં BZ ગ્રુપની શાખા પર મોટો ઘટસ્ફોટ, સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા માં ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 6,000 કરોડની સીઆઇડી ક્રાઈમ એ તપાસ નોંધ્યા બાદ સૌથી વધુ રોકાણ કરનાર શિક્ષકો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને આવ્યું છે ત્યારે આ મામલે શિક્ષકની નોકરી છોડી એજન્ટ બનેલા ગુણવંતસિંહ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી ફરાર છે ત્યારે આજે આ મામલે ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે તેમજ ત્યારબાદ તેઓ BZ ગ્રુપમાં જોડાયા હતા. સમગ્ર મામલે સંદેશ દ્વારા ઝીરો ગ્રાઉન્ડ પર પહોંચી હતી.

બી ઝેડ ગ્રુપ દ્વારા 6000 કરોડ કૌભાંડ મામલે સૌથી વધુ રોકાણકારો શિક્ષકો હોવાનું ધ્યાને આવ્યું છે, જોકે શિક્ષકોને સૌથી વધુ ભાગીદાર બનાવનારા પણ શિક્ષકો જ હોવાનું ખુલી રહ્યું છે બે વર્ષ અગાઉ ખેડબ્રહ્માના મીઠી દેગડી ગામે ફરજ બજાવતા ગુણવંતી રાઠોડ બે વર્ષે તો રાજીનામું આપી બી.ઝેડ ગ્રુપ માં જોડાયા હતા જેના પગલે રાજીનામું આપ્યા બાદ તેઓ સ્થાનિક કક્ષાએ શિક્ષકો વેપારીઓ તેમજ ખેડૂતો પાસે મોટું રોકાણ કરાવ્યા હોવાનું જણાવી રહ્યા છે.

એક તરફ શિક્ષકો દ્વારા રોકાણની વાતો આવી રહી છે તો બીજી તરફ શિક્ષણ મંત્રી સહિત વહીવટી તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરાય છે ત્યારે ખેડબ્રહ્મા વિસ્તારમાં 900 થી વધારે શિક્ષકો સામે પણ હાલમાં તપાસ શરૂ કરાય છે જોકે આગામી સમયમાં સાબરકાંઠા શિક્ષણ વિભાગ સહિત કૌભાંડ મામલે કેવી સ્થિતિ ઊભી થાય છે તે પણ મહત્વનું બની રહે છે.