Surat: ટ્રાફિકના ASI અને વચેટિયો 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ટોલ ફ્રી નંબર 1064 પર સુરત શહેર ખાતેથી ફરિયાદ નોંધાઈ ફરિયાદ આધારે લાંચ કેસમાં ASI સહિત બેની ધરપકડ કરી છે સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયો પકડાયા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ ટોલ ફ્રી નંબર 1064 પર સુરત શહેર ખાતેથી આવેલી ફરિયાદ આધારે લાંચ કેસમાં ASI સહિત બેની ધરપકડ કરી છે. સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયો એક લાખની લાંચ લેતા ઝડપાતા સુરત શહેર પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે. ASI વિજય રમણભાઇ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઇ પાટીલની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે. કેવી રીતે લાંચીયો ASI ઝડપાયો ? ACB Gujarat Toll Free Number 1064 પર સુરત શહેરના એક સ્થાનિકે ટ્રાફિક પોલીસની કનડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દેદારે ACBના અધિકારીની રૂબરુ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1 હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ કરી હતી. ACB અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આજરોજ સુરત ખાતે રહેતો સંજય પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજય રમણભાઇ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાનમાં ACBની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી. 7 વર્ષથી ટ્રાફિકમાં ફરજ બજાવે છે વિજય ચૌધરી સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતાં ACBની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને ઝડપી લીધા હતા. સંજય પાટીલ ASI વિજય ચૌધરી વતી લાંચ અને હપ્તાની રકમ ઉઘરાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક-એક મોબાઈલ ફોન કબજે લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજય ચૌધરી છેલ્લાં 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરી રહ્યાં છે.

Surat: ટ્રાફિકના ASI અને વચેટિયો 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટોલ ફ્રી નંબર 1064 પર સુરત શહેર ખાતેથી ફરિયાદ નોંધાઈ
  • ફરિયાદ આધારે લાંચ કેસમાં ASI સહિત બેની ધરપકડ કરી છે
  • સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયો પકડાયા

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ ટોલ ફ્રી નંબર 1064 પર સુરત શહેર ખાતેથી આવેલી ફરિયાદ આધારે લાંચ કેસમાં ASI સહિત બેની ધરપકડ કરી છે. સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયો એક લાખની લાંચ લેતા ઝડપાતા સુરત શહેર પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે. ASI વિજય રમણભાઇ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઇ પાટીલની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે.

કેવી રીતે લાંચીયો ASI ઝડપાયો ?

ACB Gujarat Toll Free Number 1064 પર સુરત શહેરના એક સ્થાનિકે ટ્રાફિક પોલીસની કનડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દેદારે ACBના અધિકારીની રૂબરુ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1 હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ કરી હતી. ACB અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આજરોજ સુરત ખાતે રહેતો સંજય પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજય રમણભાઇ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાનમાં ACBની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી.

7 વર્ષથી ટ્રાફિકમાં ફરજ બજાવે છે વિજય ચૌધરી

સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતાં ACBની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને ઝડપી લીધા હતા. સંજય પાટીલ ASI વિજય ચૌધરી વતી લાંચ અને હપ્તાની રકમ ઉઘરાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક-એક મોબાઈલ ફોન કબજે લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજય ચૌધરી છેલ્લાં 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરી રહ્યાં છે.