Kutch : પશ્ચિમ કચ્છ પોલીસે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર

ગુજરાતની કચ્છ પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોને મદદ મળી રહી માટે હેલ્પ લાઇન નબર જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો કોઈપણ જાતના ડર અને ભય વગર પોતાની રજૂઆત અથવા ફરિયાદ સરળતાથી કરી શકશે. પોલીસે બે હેલ્પ લાઈન નંબર જાહેર કરી સંદેશ આપ્યો કે નાગરિકોની સેવામાં પોલીસ સતત હાજર રહેશે.બે અધિકારીની કરાઈ નિમણૂંકપશ્ચિમ કચ્છ એસપીએ હેલ્પ લાઇન માટે બે અધિકારીની નિમણૂક કરી છે. હવેથી પશ્ચિમ કચ્છના નાગરિકોને 02832 260100 અને 6359629104 પર કોલ કરતાની સાથેજ પોલીસની મદદ મળશે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા જાતે હેલ્પ લાઇન નંબરનું મોનીટરીંગ કરી રહ્યા છે. સાથેજ જિલ્લા પોલીસ વડા સોમવાર અને મંગળવાર એમ બે દિવસ એસપી કચેરીમાં લોકોને રુબરુ મળી શકશે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ હોવાથી અરજદારોને ધક્કો ના પડે આથી બે દિવસ રુબરુ મળી અરજદાર પોતાની રજૂઆત કરી શકશે. પોલીસ પ્રજાનો મિત્રનિર્દોષ અને શોષિત થનાર લોકો માટે હંમેશા પોલીસ હાજર છે. પોલીસ પ્રજાનો મિત્ર છે આ વાત સાર્થક કરવા તેમજ નાગરિકોને ઝડપથી પોલીસની મદદ મળે તેવા ઉદેશ સાથે હેલ્પ લાઇન નંબર કાર્યરત કરાયો છે. પીડિત લોકો મિત્રની જેમ આ હેલ્પલાઈન નંબર પોતાની રજૂઆત કરી શકશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે વધુ બે હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે અને અઠવાડિયાના સોમ અને મંગળવારે અરજદારોની રૂબરૂ રજુઆતો સાંભળવા એસપી વિકાસ સૂંડા કચેરીએ હાજર રહેશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. બાળકો અને મહિલાઓ હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પોલીસ અબળા લોકોને અને ડરના માર્યા શોષિત થનાર લોકોના મદદમાં આવી છે. પોલીસે આવા અબળા લોકો ભય વગર ફરિયાદ કરી શકે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા.

Kutch : પશ્ચિમ કચ્છ પોલીસે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની કચ્છ પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોને મદદ મળી રહી માટે હેલ્પ લાઇન નબર જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો કોઈપણ જાતના ડર અને ભય વગર પોતાની રજૂઆત અથવા ફરિયાદ સરળતાથી કરી શકશે. પોલીસે બે હેલ્પ લાઈન નંબર જાહેર કરી સંદેશ આપ્યો કે નાગરિકોની સેવામાં પોલીસ સતત હાજર રહેશે.

બે અધિકારીની કરાઈ નિમણૂંક

પશ્ચિમ કચ્છ એસપીએ હેલ્પ લાઇન માટે બે અધિકારીની નિમણૂક કરી છે. હવેથી પશ્ચિમ કચ્છના નાગરિકોને 02832 260100 અને 6359629104 પર કોલ કરતાની સાથેજ પોલીસની મદદ મળશે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા જાતે હેલ્પ લાઇન નંબરનું મોનીટરીંગ કરી રહ્યા છે. સાથેજ જિલ્લા પોલીસ વડા સોમવાર અને મંગળવાર એમ બે દિવસ એસપી કચેરીમાં લોકોને રુબરુ મળી શકશે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ હોવાથી અરજદારોને ધક્કો ના પડે આથી બે દિવસ રુબરુ મળી અરજદાર પોતાની રજૂઆત કરી શકશે.

પોલીસ પ્રજાનો મિત્ર

નિર્દોષ અને શોષિત થનાર લોકો માટે હંમેશા પોલીસ હાજર છે. પોલીસ પ્રજાનો મિત્ર છે આ વાત સાર્થક કરવા તેમજ નાગરિકોને ઝડપથી પોલીસની મદદ મળે તેવા ઉદેશ સાથે હેલ્પ લાઇન નંબર કાર્યરત કરાયો છે. પીડિત લોકો મિત્રની જેમ આ હેલ્પલાઈન નંબર પોતાની રજૂઆત કરી શકશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે વધુ બે હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે અને અઠવાડિયાના સોમ અને મંગળવારે અરજદારોની રૂબરૂ રજુઆતો સાંભળવા એસપી વિકાસ સૂંડા કચેરીએ હાજર રહેશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. બાળકો અને મહિલાઓ હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે પોલીસ અબળા લોકોને અને ડરના માર્યા શોષિત થનાર લોકોના મદદમાં આવી છે. પોલીસે આવા અબળા લોકો ભય વગર ફરિયાદ કરી શકે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા.