Khel Mahakumbh-3.0: રાજકોટથી રાજ્ય વ્યાપી ખેલ મહાકુંભનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભહત્વનું છે કે, રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ 2010માં સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે આ ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આજે રાજકોટથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. જાણકારી મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતે આજે સાંજે 5.30 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે. આ ખેલ મહોત્સવમાં રાજયભરમાંથી અસંખ્ય ખેલાડીઓ જુદી જુદી ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવનાર છે. ત્યારે આ માં ભાગ લેનાર વિજેતા શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે.જેમાં ભાગ લેનારને 45 કરોડ સુધીના ઈનામો જીતવાની તક અન્ય યોજનાનો લાભ પણ મળશે.ગુજરાતને વડાપ્રધાનના વીઝનનો લાભ મળ્યોઃ CM રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક મેદાનમાંથી રાજ્ય વ્યાપી ખેલ મહાકુંભનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, આજથી રાજકોટમાં ગુજરાતમાં ખેલમહાકુંભ 3.0નો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખેલમહાકુંભ આખુ વર્ષ નવી ચેતના જગાવે તેવી સૌ કોઇને શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષે ખોખો વર્લ્ડકપમાં યજમાની ભારત કરશે. ખેલમહાકુંભના પ્રણેતા PM મોદી છે. ગુજરાતને વડાપ્રધાનના વીઝનનો મળ્યો લાભ છે. ખેલ મહાકુંભમાં 71 લાખ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતે રમતગમતમાં નવા શિખરો સર કર્યા છે. સ્પોર્ટ્સનું બજેટ 2.50 કરોડથી 352 કરોડ છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ 3 થી વધી 24 થયા છે. 2047માં રમતગમત ક્ષેત્રે ટોચ પર પહોંચીશું છે.દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજનખેલ મહાકુંભ 3.0માં શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે. માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોમાં ભાગ લઈ શકશે. અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.

Khel Mahakumbh-3.0: રાજકોટથી રાજ્ય વ્યાપી ખેલ મહાકુંભનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ

હત્વનું છે કે, રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ 2010માં સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે આ ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આજે રાજકોટથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. જાણકારી મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતે આજે સાંજે 5.30 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે. આ ખેલ મહોત્સવમાં રાજયભરમાંથી અસંખ્ય ખેલાડીઓ જુદી જુદી ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવનાર છે. ત્યારે આ માં ભાગ લેનાર વિજેતા શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે.જેમાં ભાગ લેનારને 45 કરોડ સુધીના ઈનામો જીતવાની તક અન્ય યોજનાનો લાભ પણ મળશે.

ગુજરાતને વડાપ્રધાનના વીઝનનો લાભ મળ્યોઃ CM

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક મેદાનમાંથી રાજ્ય વ્યાપી ખેલ મહાકુંભનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, આજથી રાજકોટમાં ગુજરાતમાં ખેલમહાકુંભ 3.0નો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખેલમહાકુંભ આખુ વર્ષ નવી ચેતના જગાવે તેવી સૌ કોઇને શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષે ખોખો વર્લ્ડકપમાં યજમાની ભારત કરશે. ખેલમહાકુંભના પ્રણેતા PM મોદી છે. ગુજરાતને વડાપ્રધાનના વીઝનનો મળ્યો લાભ છે. ખેલ મહાકુંભમાં 71 લાખ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતે રમતગમતમાં નવા શિખરો સર કર્યા છે. સ્પોર્ટ્સનું બજેટ 2.50 કરોડથી 352 કરોડ છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ 3 થી વધી 24 થયા છે. 2047માં રમતગમત ક્ષેત્રે ટોચ પર પહોંચીશું છે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન

ખેલ મહાકુંભ 3.0માં શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે. માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોમાં ભાગ લઈ શકશે. અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.