Khedaના અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી, મુખ્ય માર્ગ 2 દિવસથી બંધ હાલતમાં
વરસાદના વિરામ બાદ હજુ પણ નથી ઓસર્યા પાણીનડીયાદથી વસોને જોડતો મુખ્ય માર્ગ 2 દિવસથી બંધ છેલ્લા 3-4 દિવસથી વિજળી ગુલ રહેતા ગ્રામજનોને હાલાકી ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નડીયાદથી વસોને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર હજુ પણ ઢીંચણ સમા પાણી ભરાયેલા છે. નાનપુરા, રામપુર, ખોડીયાર પરા, પીજ, વસો તમામ ગામના લોકોને પારાવાર હાલાકી વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી રસ્તા ઉપરથી પાણી ઓસર્યા નથી. નડીયાદથી વસોને જોડતો રસ્તો બે દિવસના વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાવાને કારણે સદંતર બંધ હાલતમાં છે. શ્રીજીપુરા, બામરોલી, દાદુપુરા, નાનપુરા, રામપુર, ખોડીયાર પરા, પીજ, વસો તમામ ગામના લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમાં ડૂબી જવાથી મોટુ નુકસાન આ તમામ ગામોમાં છેલ્લા 3-4 દિવસથી વીજળી પણ ગુલ રહેતા ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમાં ડૂબી જવાથી ખૂબ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વીજ કર્મીઓ વીજળી મળી રહે તે માટે ગામે ગામ થાંભલાઓમાં રીપેરીંગની કામગીરી કરી રહ્યા છે. સરકાર નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોની માગ ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે કે વહેલી તકે સરકાર દ્વારા ખેતીમાં થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી, સહિતના પાક લીલા દુકાળના કારણે નષ્ટ થયા છે અને ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પૂરના પાણી ફરી વળવાના કારણે તમામ પાક બળીને નષ્ટ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ સ્થાનિકોને પીવાના પાણી માટે પણ ફાફાં મારવા પડી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી પીવાના પાણીમાં મિક્સ થવાના કારણે અનેક જગ્યાઓ પર ડહોળું પાણી આવવાની સમસ્યા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક પાણી ભરાયેલી જગ્યાઓએથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આ કામગીરીમાં NDRF, SDRF, ICG અને ભારતીય સેના સહિત ઘણી ટીમો જોડાઈ હતી અને લોકોના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરીની ટીમો દ્વારા અનેક દિલધડક રેસ્ક્યુ ઓપરેશનો પણ કરવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વરસાદના વિરામ બાદ હજુ પણ નથી ઓસર્યા પાણી
- નડીયાદથી વસોને જોડતો મુખ્ય માર્ગ 2 દિવસથી બંધ
- છેલ્લા 3-4 દિવસથી વિજળી ગુલ રહેતા ગ્રામજનોને હાલાકી
ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નડીયાદથી વસોને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર હજુ પણ ઢીંચણ સમા પાણી ભરાયેલા છે.
નાનપુરા, રામપુર, ખોડીયાર પરા, પીજ, વસો તમામ ગામના લોકોને પારાવાર હાલાકી
વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી રસ્તા ઉપરથી પાણી ઓસર્યા નથી. નડીયાદથી વસોને જોડતો રસ્તો બે દિવસના વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાવાને કારણે સદંતર બંધ હાલતમાં છે. શ્રીજીપુરા, બામરોલી, દાદુપુરા, નાનપુરા, રામપુર, ખોડીયાર પરા, પીજ, વસો તમામ ગામના લોકોને પારાવાર હાલાકી પડી રહી છે.
ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમાં ડૂબી જવાથી મોટુ નુકસાન
આ તમામ ગામોમાં છેલ્લા 3-4 દિવસથી વીજળી પણ ગુલ રહેતા ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમાં ડૂબી જવાથી ખૂબ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વીજ કર્મીઓ વીજળી મળી રહે તે માટે ગામે ગામ થાંભલાઓમાં રીપેરીંગની કામગીરી કરી રહ્યા છે.
સરકાર નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોની માગ
ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે કે વહેલી તકે સરકાર દ્વારા ખેતીમાં થયેલા નુકસાન અંગેનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી, સહિતના પાક લીલા દુકાળના કારણે નષ્ટ થયા છે અને ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પૂરના પાણી ફરી વળવાના કારણે તમામ પાક બળીને નષ્ટ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ સ્થાનિકોને પીવાના પાણી માટે પણ ફાફાં મારવા પડી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી પીવાના પાણીમાં મિક્સ થવાના કારણે અનેક જગ્યાઓ પર ડહોળું પાણી આવવાની સમસ્યા સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક પાણી ભરાયેલી જગ્યાઓએથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આ કામગીરીમાં NDRF, SDRF, ICG અને ભારતીય સેના સહિત ઘણી ટીમો જોડાઈ હતી અને લોકોના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરીની ટીમો દ્વારા અનેક દિલધડક રેસ્ક્યુ ઓપરેશનો પણ કરવામાં આવ્યા હતા.