Kachchh : સામખિયાળીમાં SMCએ કરી મોટી કાર્યવાહી, 56.85 લાખના બિયરના જથ્થા સાથે 1 વ્યક્તિની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં SMCને મોટી સફળતા મળી છે. SMCની ટીમે મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે કચ્છના સામખિયાળીમાં SMCની ટીમે દરોડો પાડીને આ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. SMCએ સામખિયાળી પાસેથી રૂપિયા 56.85 લાખનો બિયરના ટીનનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ઓક્સિજનના ટેન્કરમાં બિયરનો જથ્થો લાવવામાં આવ્યો હતો, જે ઝડપી પાડવામાં આવ્યો છે.
આ બિયરનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો
SMCની ટીમે તપાસ કરતા માલૂમ પડ્યું કે આ બિયરનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો અને સામખિયાળીમાં માલ ડિલિવર કરવાનો હતો. રાજસ્થાનનો વોન્ટેડ બુટલેગર અનિલકુમાર ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટે આ બિયરનો જથ્થો મોકલ્યો હતો. હાલમાં SMCએ બિયરના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારુ બંધી અમલી હોવા છતાં પણ દરરોજ લાખો અને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપાઈ રહ્યો છે. ત્યારે કોના ઈશારે આ સમગ્ર કામગીરી રાજ્યમાં થઈ રહી છે તે પણ એક મોટો સવાલ છે.
નવસારીમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ
બીજી તરફ આજે નવસારી શહેરમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ છે. નવસારી શહેરમાંથી પ્રથમવાર એમફેટમાઈન અને કોકેઈન ઝડપાયું છે. નશાખોરોમાં ખાસ માગ ધરાવતા ડ્રગ્સ શહેરમાંથી પ્રથમવાર ઝડપાયા છે. નવસારી SOGની ટીમે દરગાહ રોડ વિસ્તારમાંથી મોંઘા નશીલા પદાર્થ ઝડપી પાડ્યા છે. દરગાહ રોડ વિસ્તારમાં પેઈન્ટર શેખની ગલીમાં સોયેબ મુસ્તકીમ શેખ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. સોયેબ પોતાના ઘરમાં જ નશાનો કારોબાર ચલાવતો હતો. ટીમે તપાસ દરમિયાન 7.36 ગ્રામ એમફેટમાઈન નામનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે અને આરોપી વિરૂદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
What's Your Reaction?






